મોરબી: મોરબીના દરબાર ગઢ ખાતે મોરબી રાજપૂત સમાજ દ્વારાદર વર્ષની જેમ આ વર્ષે પણ શરદપૂનમના દીવસે સમાજની બહેનો તથા દીકરીઓ માટે રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ રાસોત્સવમાં સમાજની બહેનો અને દિકરીઓએ પારંપરિક વેશભૂષાથી સજ્જ થઈને ગરબાની રમઝટ બોલાવી હતી.આ રાસ ગરબા કાર્યક્રમમાં સારૂ પ્રદર્શન કરનાર બહેનોને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
મોરબી રાજપૂત સમાજ દ્વારા આયોજિત આ શરદપૂનમ રાસોત્સવમાં સારૂ પ્રદર્શન કરનાર બહેનોને વેલ ડ્રેસ, વેલ સ્ટાઇલ, વેલ એકસપ્રેસન, પ્રિન્સેસ સહિતના એવોર્ડ આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા.આ શરદોત્સવમાં જયદીપ કંપની વાળા દિલુભા જાડેજા, વાંકાનેરના મહારાણા કેશરિદેવસિંહ ઝાલા, દેવ સોલ્ટ પરિવારના સભ્યો અને સમાજ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે મોરબીમાં રાજપૂત સમાજના ટ્રસ્ટનાં ટ્રસ્ટી બનાવા માટે ૧૧ લાખ રૂપિયા સમાજમાં આપવાનું નક્કી થયા બાદ મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ ઉદેસિંહ ઝાલા, મહાવીરસિંહ નરેન્દ્રસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ દિલુભા ઝાલા, કિશોરસિંહ વનરાજસિંહ ઝાલા, દિલીપસિંહ જીવુભા ઝાલા, મેઘરાજસિંહ નરભેસિંહ ઝાલા, નરવીરસિંહ વિજયભાઈ ઝાલા, રઘુવીરસિંહ ઝાલા તથા નાગરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાએ સમાજના ટ્રસ્ટમાં ૧૧-૧૧ લાખ રૂપિયા જમા કરાવી સમાજના ટ્રસ્ટી બન્યા છે.
તેમજ શરદોત્સવના આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ ઉદેસિંહ ઝાલા, મહામંત્રી મહાવીરસિંહ જાડેજા, માજી પ્રમુખ મહેન્દ્રસિંહ ઝાલા, જયરાજસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ ઝાલા સહિતના રાજપૂત સમાજના આગેવાનો તેમજ યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.
મોરબી ન્યૂઝ ડેસ્ક કેલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મોરબી શહેરમાં મહિલાઓ માટે એક ઐતિહાસિક અને અનોખું આયોજન થવા જઈ રહ્યું છે. મહિલાઓની સુરક્ષા, સ્વાસ્થ્ય, આત્મવિશ્વાસ, આર્થિક સ્વાવલંબન અને માનસિક શક્તિને કેન્દ્રમાં રાખીને “Women Empowerment Mega Camp – 2026” નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ Kalyan Education &...
ટ્રાફિક પોલીસ ધૃતરાષ્ટ્ર બની ને કામગીરી કરી રહ્યું હોય તેવો ઘાટ: ટ્રાફિક પોલીસ ને ફક્ત મેમો બનાવી લોકોને ખંખેરવામાં જ રસ ?
મોરબી જિલ્લા પોલીસ વડા ટ્રાફિક સમસ્યા હલ કરવાની વાતો કરી રહ્યા છે પણ કામ ક્યારે ?
મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં હોસ્પિટલ ઝોનમાં ગેરકાયદેસર લારી-ગલ્લાના દબાણથી રોજબરોજ ટ્રાફિકજામ સર્જાઈ રહ્યો...
મોરબી મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે મોરબીના વાવડી રોડ ઢોર પકડવા ગયેલ મહાનગરપાલિકાના કર્મચારીઓ સાથે બે મહિલાઓએ બોલાચાલી કરી ફરજમાં રૂકાવટ કરી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકાના મોટાભેલા ગામ રહેતા અને મહાનગરપાલિકામા કોન્ટ્રાક્ટ બેઇઝ પર નોકરી કરતા વિપુલભાઈ...