મોરબીમાં રિક્ષામાં બેસવા જેવી નજીવી બાબતે 2 યુવાન પર હુમલો
મોરબી : મોરબીના લખધીરનગરના યુવાન અને તેના મિત્ર પર રીક્ષામાં બેસવા મુદે બે શખસે હુમલો કરી ઈજા પહોચાડી હતી બનાવ અંગે એ ડીવીઝન પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લખધીરનગર ગામમાં રહેતા હિતેશ અવચરભાઈ સોલંકી લીલાપર રોડ પર આવેલ શાકમાર્કેટ વિસ્તારમાં તેના મિત્ર રમેશ ગણેશભાઈ ઝીંઝવાડિયાની રીક્ષામાં બેઠા હતા તે દરમિયાન લીલાપર ગામના ઋષિ ઘોઘુભાઈ ઝાલા અને ભરત રમેશ ગઢવી આવી પહોચ્યા હતા અને યુવાન તેની રીક્ષામાં બેઠા છે તે બાબતે સારું ન લાગતા હિતેશ અને તેના મિત્ર રમેશને માર મારી ઢીકા પાટુનો માર માર્યો હતો અને યુવકને ગાળો આપી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ટાટીયાને ભાંગી નાખવાની ધમકી આપી હતી બનાવ અંગે તાલુકા પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી