મોરબીમાં સંત શ્રી વેલનાથ બાપુ ની શોભાયાત્રા નીકળશે
સમસ્ત મોરબી જીલ્લા ચુંવાળીયા કોળી ઠાકોર સમજ દ્વારા તા ૧૬ ને શનિવારે સંતશ્રી વેલનાથબાપુની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે
જે શોભાયાત્રા શનિવારે તા. ૧૬ ના રોજ સવારે ૮ કલાકે જડેશ્વર મંદિર ખાતેથી પ્રસ્થાન કરશે જે શોભાયાત્રા જડેશ્વર મંદિરથી સુપર ટોકીઝ, ત્રિકોણ બાગ, બજાર લાઈન, નહેરુ ગેઇટ, તખ્તસિંહજી રોડ, ગેસ્ટ હાઉસ રોડ અને પુલ પરથી સામાકાંઠે અને સો ઓરડી સહિતના વિસ્તારોમાં ફરીને સો ઓરડીમાં આવેલ ચુંવાળીયા કોળી ઠાકોર સમાજની બોડીંગ ખાતે પૂર્ણ થશે
શોભાયાત્રા બાદ સંબોધન અને બાદમાં મહાપ્રસાદ યોજાશે જે શોભાયાત્રામાં કોળી ઠાકોર સમાજના ભાઈઓ-બહેનોએ જોડાવવા માટે મોરબી જીલ્લા કોળી ઠાકોર સમાજ પ્રમુખ જગદીશભાઈ બાંભણીયા અને જય વેલનાથ જન્મ જયંતી ઉત્સવ સમિતિ દ્વારા નિમંત્રણ પાઠવ્યું છે