મોરબીમાં સરકારી મેડિકલ કોલેજ મુદ્દે કોંગ્રેસ નો સરકાર સામે એલાન એ જંગ પ્રેસ કોન્ફરન્સ માં કરી જાહેરાત
19 થી24 એપ્રીલ સુધી ધરણાં પ્રદર્શન યોજાશે
મોરબી જિલ્લાની સરકારી મેડિકલ કોલેજ એકાએક રદ્દ કરી તાપીને ફાળવી દેવાતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે સામાજિક સંસ્થાઓ અને આમ નાગરિકોને રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આ મુદ્દે કોંગ્રેસ આમ જનતા નો અવાજ અવાજ બનીને સરકાર સામે એલાન એ જંગ કરવાનાં મુડમાં આવી હોય તેવું લાગી રહ્યું છે આ મામલે કોંગ્રેસે પ્રેસ કોન્ફ્રરન્સ સાબોધીને મોરબીને સરકારીને બદલે ખાનગી મેડિકલ કોલેજ ફાળવાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા કાલથી એક અઠવાડિયા સુધી મેરેથોન ધરણા પ્રદર્શન કરવાનું એલાન કર્યું છે.
મોરબીને સરકારીને બદલે ખાનગી મેડિકલ કોલેજ ફાળવીને અન્યાય કર્યો હોવાના સુર સાથે આ મામલે સરકાર સામે લડત ચલાવવા માટે આજે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રેસ કોન્ફ્રરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી મનોજભાઈ પનારા તેમજ મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ જેરાજભાઈ પટેલે મીડિયાને સંબોધન કરી મોરબીને સરકારી મેડિકલ કોલેજ ન આપવાના વિરોધમાં આવતીકાલે તા.19 થી 24 એપ્રિલ એટલે એક અઠવાડિયા સુધી ધરણા પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. જેમાં મોરબીના શનાળા રોડ ઉપર નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા પાસે દરરોજ સવારે 9થી 12 દરમિયાન ધરણા કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. આ વિરોધ પ્રદર્શનમાં મોરબી, માળીયા, હળવદ, ટંકારા, વાંકાનેર તાલુકા અને શહેરના અલગ અલગ વોર્ડ અને સંગઠનના હોદેદારો તેમજ કાર્યકરો જોડાશે
