મોરબીમાં હિન્દુ જાગૃતિ અભિયાન ની શરુઆત કરવામાં આવી
મોરબી શહેરમાં હિંદુ ઓમ સનાતન સંગઠન દ્વારા હિંદુ જન જાગૃતિ અભિયાન ની શરુઆત કરવામાં આવી છે
જેમાં મોરબી જીલ્લાની સમગ્ર જનતાને જ્ઞાતિવાદ નાં વાડા માંથી બહાર આવી હિન્દુ બની સંગઠીત બની રહે તેવા હિન્દુ એકતા માટે નાં પ્રયાસો નાં ભાગ રુપે દરેક બાઈક, રીક્ષા અને કારમાં હિંદુ લખેલું સ્ટીકર લગાવવામાં આવી રહ્યું છે તેમજ સનાતની ભાઈઓના મોબાઈલ ફોન પર હિંદુ લખેલું સ્ટીકર લગાવાઈ રહ્યું છે તે ઉપરાંત હિંદુઓના ઘર, ઓફીસ અને ધંધા રોજગારના સ્થળોએ ભગવો ધ્વજ લહેરાવી સકાય તે માટે નિશુલ્ક ધ્વજ વહેંચણી કરવામાં આવે છે જેથી હિંદુ સનાતની ભાઈઓ અને બહેનોએ સ્ટીકર કે ધજા મેળવવા માટે વિશ્વ હિંદુ પરિષદ કાર્યાલય, વાંકાનેર દરવાજા જેલ રોડ મોરબી ખાતે સંપર્ક કરવા જણાવ્યું છે