મોરબીમાં તા.31ને મંગળવારે BAPS બાળપ્રવૃત્તિ દ્વારા વ્યસનમુક્તિ અને પ્રકૃતિ સંવર્ધન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબીમાં પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી નિમિત્તે તેમજ વર્લ્ડ ટોબેકો ડે નિમિત્તે BAPS બાળ પ્રવૃત્તિ દ્વારા વ્યસનમુક્તિ અને પ્રકૃતિ સંવર્ધન રેલીનું આવતીકાલ તા.31ને મંગળવાર રોજ સાંજે 4:30 કલાકે આયોજન કરવામાં આવ્યું છે.
આ રેલી હોસ્પિટલ ચોકથી શરૂ થઈ બાપા સીતારામ ચોકથી પસાર થઈ નવા બસ સ્ટેન્ડથી હોસ્પિટલ ચોકે પુરી થશે
દારૂ બિયરના જથ્થા સાથે કુલ મળી કુલ 59.79 લાખના મુદ્દામાલ સાથે એક ઝબ્બે
હળવદ-માળીયા હાઇવે રોડ ઉપર આવેલ બાબા રામદેવ હોટલ સામેથી રોડ ઉપરથી ટ્રક ટ્રેલરમાં ચોખાની બોરીઓની આડમાં છુપાવેલ અલગ-અલગ બ્રાંડની ઇંગ્લીશ દારૂની બોટલો નંગ- ૧૧૦૪ કિ.રૂ.૧૪,૩૫,૨૦૦/- તથા બિયર ટીન નંગ-૬૦૦ કિ.રૂ.૧,૩૨,૦૦૦/-તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૫૯,૭૯,૨૦૦/- ના મુદામાલ...
મોરબી તાલુકાના સોખડા નવા ગામે રહેતા યુવકે તેમના કાકા સાથે પારીવારીક મનદુઃખ અંગે સમાધાન કરેલ હોય જે આરોપીઓને સારૂં નહીં લાગતાં જેનું મનદુઃખ રાખી યુવકને ચાર શખ્સોએ લાકડી વડે તથા ઢીકાપાટુનો મુંઢમાર મારી જાતી પ્રત્યે અપમાનિત કર્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નવા સોખડા ગામે રહેતા...
મોરબી શહેર તેમજ જીલ્લામાં વ્યાજખોરોએ માજા મુક્યા છે મુદલ રકમ ચુકવી દીધેલ હોવા છતાં બેફામ વ્યાજની ઉઘરાણી કરી રહ્યા છે ત્યારે મોરબીના મકનસર ગોકુલનગરમા રહેતા યુવકે આરોપીઓ પાસેથી વ્યાજે રૂપિયા લીધેલ હોય જેની મૂળ મુદલ રકમ ચુકવી દીધેલ હોવા છતાં આરોપીઓએ પઠાણી ઉઘરાણી કરી યુવકની સહી વાળા બે ચેક...