Monday, June 23, 2025

મોરબીમાથી ચોરી થયેલ મોટરસાયકલ સાથે ઈસમને મોરબી સીટી પોલીસે ઝડપી પાડયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: પોકેટ કોપ તથા નેત્રમ સી.સી.ટી.વીનો ઉપયોગ કરી મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાંથી ચોરી થયેલ મોટરસાયકલ સાથે આરોપીને મોરબી સીટી એ-ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.

મોરબી શહેરમા લગાવેલ નેત્રમ સી.સી.ટીવી. કેમેરા તેમજ હ્યુમન સોર્સીસથી બાતમીના આધારે પોલીસ કોન્સ્ટેબલને ખાનગીરાહે બાતમી મળેલ કે ચોરીમા ગયેલ મોટર સાયકલ સાથે છગનભાઇ કરશનભાઇ વાઘેલા ઉ.વ.૨૮ રહે.મોરબી રેલ્વેસ્ટેશન રોડ ફુટપાથ ઉપર મુળ રહે. વાંકાનેરવાળો વાવડી ચોકડી ખાતેથી મળી આવતા મોટરસાયકલના કાગળો માંગતા નહીં હોવાનુ જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા સદરહુ મોટરસાયકલ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો કલમ.૩૭૯ મુજબનુ ચોરીનુ હોવાનુ જણાતા આરોપી છગનભાઇ કરશનભાઇ વાઘેલા ઉ.વ.૨૮ રહે.મોરબી રેલ્વેસ્ટેશન રોડ ફુટપાથ ઉપર મુળ રહે. વાંકાનેર વાળાની અટક કરી આગળની કાર્યવાહી કરવામા આવેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર