મોરબી અયોધ્યાપુરી રોડ ખાતે બુધવારે મામા સાહેબનું મોજીલું માંડલું યોજાશે
મોરબી: ધર્મેશભાઈ રાવળદેવ- રાજકોટ વાળા સહીતના ડાકનાં માણીગરોની ઉપસ્થિતીમાં કાર્યક્રમનું અનેરૂ આયોજન
મોરબી અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ મંદિર પાસે બિરાજમાન મસ્તાના મામાદેવનુ મોજીલું માંડલું કાર્યક્રમ તા.૨૩-૧૧-૨૦૨૨ બુધવારના રોજ રાત્રે ૯ કલાકે યોજાશે. કાર્યક્રમમાં ડાકના માણીગર ધર્મેશભાઈ રાવળદેવ-રાજકોટ વાળા સહીતનાં કલાકારો ડાકની રમઝટ બોલાવશે. આ કાર્યક્રમમાં શહેરની દરેક ધર્મપ્રેમી જનતાને પધારવા આયોજક ભાવીનભાઈ ઘેલાણી તથા હીતેશભાઈ જાની દ્વારા ભાવભર્યુ નિમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.