Wednesday, April 24, 2024

લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ત્રણ પ્રોજેક્ટો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબી: લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા ત્રણ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યા છે જેમ કે (૧) મોટાભેલાં મુકામે કુપોષિત બાળકો માટે પ્રોટીન યુક્ત આહાર આપવાનો હંગર પ્રોજેક્ટ જેમાં ૧૪બાળકો વધુ કુપોષિત છે તેમને ચાર માંસ માટે લાયન્સ કલબ ઓફ મોરબી સીટીએ દત્તક લીધા છે.

(૨) સંગાથ વૃદ્ધાશ્રમ રાસંગપર  માળિયા (મી) મુકામે વડીલોને શીતળ છાંયો મળી રહે તેવી ભાવના સાથે ૨૦ વૃક્ષોનું વિતરણ કરાયું આ બંને પ્રોજેક્ટમાં લાયન્સ કલબના પ્રેસિડેન્ટ જીજ્ઞેશભાઈ, સેક્રેટરી કેશુભાઈ ખજાનચી, ટી સી ફુલતરિયા તેમજ પ્રોજેક્ટ ચેરમેનો અને પાસ્ટ પ્રેસિડેન્ટ એ એસ સુરાણી, સરલા મનસુખભાઈ જાકાસનીયા મહાદેવભાઈ, ચિખલિયા મણિલાલ કાવર હાજર રહેલ તેવું પ્રેસિડેન્ટની યાદીમાં જણાવાયુ છે.

(૩) વિનામૂલ્યે નેત્રયજ્ઞ પ્રોજક્ટ્સ આપ્રોજેક્ટ ચાંચવદરડા મુકામે નોન કે પી ટેક વુવન કારખાનામાં કરવામાં આવ્યો હતો જેમાં ૧૭૫/ લોકોનું રજીસ્ટ્રેશન થયું હતું જેમાંથી ૪૫ વ્યકિતઓને રણછોડદાસ આશ્રમ રાજકોટ મોતિયાના ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા હતા. વડીલોને નવી દ્રષ્ટિ આપીને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી એ પુણ્યનું ભાથું બાંધ્યું આ પ્રજેક્ટના સ્પોન્સર રમેશ ભાઈ રૂપાલા હતા જેઓ સૌરાષ્ટ્ર કચ્છના દ્વિતીય વાઇસ ગવર્નર છે પ્રોજેક્ટ ચેરમેન મનસુખ ભાઈ જાકાસનિયા, પ્રેસિડેન્ટ જીજ્ઞેશભાઈ કાવર, સેક્રેટરી કેશુભાઈ ખજાનચી, ટી સી ફુલતરિયા પાસ્ટ પ્રેસિડેન્ટો ભીખાભાઈ લોરિયા અમિતભાઈ સુરાની, રશ્મિકા બેન રૂપાલા, લિયો પ્રેસિડેન્ટ ક્રિશનારૂપાલા તેમજ સભ્યો હાજર રહેલ રણછોડદાસ આશ્રમની તમામ ટીમ હળવદના પ્રેસિડેન્ટ સાધુભાઈ અને તેમની ટીમ અને સેવાભાવી અનેક વ્યક્તિઓ આ પ્રોજેક્ટમાં હાજર રહ્યા હતા તેવું મોરબી સીટી ના પ્રેસિડેન્ટ જીજ્ઞેશભાઈની યાદીમાં જણાવાયું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર