મોરબી: મોરબીના અવની રોડ ઉપર પાણીના નિકાલના પાઈપ નાખવા અને ઉચ્ચ ગુણવત્તાનો રોડ બનાવવા બાબતે અવની રોડ તથા અવની સોસાયટીના રહીશોએ મોરબી નગરપાલિકાના પ્રમુખને કરી ઉગ્ર રજુઆત.
અવની રોડ, અવની સોસાયટીના નાગરિકો તથા રહીશોએ મોરબી નગરપાલિકા પ્રમુખને લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે અવની રોડ ઉપર વરસાદી પાણીના નિકાલ માટે ત્રણ ફુટ ડાયા મીટરના પાઈપનું એસટીમેટ બની ગયેલ છે. જેમાં ટી.એશ. ની પ્રક્રિયામાં ઇન્ચાર્જ ઓફિસરે મંજૂર કરેલ છે. પરંતુ મોરબી નગરપાલિકાના પ્રમુખની મંજૂરી બાકી હોવાના કારણે ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ થાય છે.જો આ કામ માટે સાત દિવસમાં મોરબી નગરપાલિકા પ્રમુખ મંજુરી નહી આપે તો અવની રોડની તમાંમ સોસાયટીના રહીશો અને નાગરિકોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.
