મોરબી: મોરબીની બોરીયાપાટી પ્રાથમિક શાળામાં વિજ્ઞાન દિવસ નિમિત્તે પ્રિ વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું.
આજે ૨૮ ફેબ્રુઆરી એટલે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આજે મોરબીની બોરીયાપાટી પ્રાથમિક શાળામાં વિજ્ઞાન દિવસ નિમિત્તે પ્રિ વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
જેમાં ૨૨ જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓએ જાતે બનાવેલ કૃતિ અને તૈયાર મોડલ દ્વારા સૈદ્ધાંતિક સમજ આપવામાં આવી અને વ્યવસાયિક ક્ષેત્રે વિજ્ઞાન ક્યાં ક્યાં ઉપયોગી છે તેની સમજ શાળાના વિજ્ઞાન શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી.
