મોરબી જીલ્લા કક્ષાનો કાર્યક્રમ ૩૧મી મેના રોજ યોજાશે : વિવિધ ૧૩ યોજનાઓના ૨૨૦૦ જેટલા લાભર્થીઓને લાભ અપાશે
મોરબી : કલેક્ટર જે.બી.પટેલના અધ્યક્ષસ્થાને આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે ૩૧મી મેના રોજ યોજાનાર કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે કલેક્ટર કચેરી મોરબી ખાતે બેઠક યોજાઈ હતી.
ઉલ્લેખનિય છે કે, આગામી ૩૧મી મેના રોજ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ૧૩ યોજનાઓના લાભાર્થીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી શિમલા ખાતે હાજર રહી તેમજ અન્ય સ્થળોએ વર્ચ્યુઅલી સંવાદ કરવાના છે ત્યારે તેને સંલગ્ન તમામ રાજ્યોમાં રાજ્ય કક્ષા તેમજ જિલ્લા કક્ષાએ પણ કાર્યક્રમો યોજાનાર છે જે અન્વયે મોરબી ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તકે કલેક્ટર જે.બી.પટેલે વિવિધ વિભાગની ૧૩ યોજનાઓના લાભાર્થીઓને સાંકળીને ૨૨૦૦ જેટલા લાભાર્થીઓને લાભ અપાય તેવી વ્યવસ્થા કરવા સંલગ્ન વિભાગોને તાકીદ કરી હતી. આ ઉપરાંત લાભાર્થીઓ સિવાય સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનો, તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તેમજ જિલ્લાના તમામ પદાધિકારીઓને આ કાર્યક્રમનો હિસ્સો બનાવવામાં આવે તેવી સુચના આપી હતી.
વિવિધ યોજનાઓના લાભથી વંચિત રહી ગયેલ લાભાર્થીઓને લાભ પહોંચાડવાના હેતુથી યોજાનાર આ કાર્યક્રમમાં સરકારના વિવિધ વિભાગની યોજનાઓ જેવી કે, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામિણ અને શહેરી), પ્રધાનમંત્રી કિસાન સન્માન નીધિ, પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના, પોષણ અભિયાન, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, સ્વચ્છ ભારત મિશન(ગ્રામિણ અને શહેરી), જલ જીવન મિશન અને અમૃત, પ્રધાનમંત્રી સ્વનીધિ, વન નેશન વન રેશનકાર્ડ, આયુષ્યમાન ભારત પીએમ જન આરોગ્ય યોજના, આયુષ્યમાન ભારત હેલ્થ અને વેલનેસ સેન્ટર, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, પ્રધાનમંત્રી મુદ્રા યોજના મળી એમ કુલ ૧૩ યોજનાઓને આવરી લેવામાં આવી છે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, અધિક જિલ્લા કલેક્ટર એન.કે.મુછાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક મિતાબેન જોશી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલ, એ.એસ.પી. અતુલ બંસલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે.એમ.કતીરા, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, વાંકાનેર પ્રાંત અધિકારી એ.એસ.શેરસિયા, જિલ્લા પૂરવઠા અધિકારી દેવાંગ રાઠોડ અને મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા તેમજ વિવિધ સંલગ્ન વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.
આજના યુગમાં આરોગ્યસેવાના સ્તરને વધુ સુધારવા માટે વિવિધ ધોરણો અને પ્રમાણપત્ર પદ્ધતિઓ વિકસાવવામાં આવી છે. આવી જ એક અગ્રણી સંસ્થા છે – NABH (National Accreditation Board for Hospitals & Healthcare Providers). NABH એ ભારત સરકાર હેઠળની એક સ્વાયત્ત સંસ્થા છે, જે કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII) અને ક્વાલિટી કાઉન્સિલ...
મોરબી દલવાડી સર્કલ પાસે આવેલ અમી પેલેસ સામે રોડ ઉપરથી ક્રેટા કારમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૪૩૨ કિ.રૂ.૨,૯૪,૯૪૮/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ. ૧૨,૯૯, ૯૪૮/-ના મુદામાલ સાથે એક આરોપીને મોરબી લોકલ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.
મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોડને ખાનગી રાહે બાતમી મળેલ કે, એક સફેદ કલરની...
અધ્યયન મંડળ મોરબી દ્વારા આવતીકાલે તારીખ ૨૨ મેં ને ગુરૂવાર ના રોજ રાતના ૯:૧૫ કલાકે ગાયત્રી ચેતના મંદિર કેન્દ્ર નવા હાઉસીંગ બોર્ડ, પાછળ છોટાલાલ પેટ્રોલ પંપ વાળી શેરી, શનિદેવના મંદિર પાછળની શેરીમાં મોરબી ખાતે વિવિધ સંવત, તેની મહત્વતા અને વહેવારિકતા વિષય પર એક બૌદ્ધિક વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે.
હિન્દુ...