Sunday, May 5, 2024

મોરબી: છેડતી ના બનાવો રોકવા પોલીસ મેદાને ! પેટ્રોલિંગ વધાર્યું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબીના સુપર માર્કેટમાં શાળા અને ટ્યુશનમાં જતી વિદ્યાર્થીનીઓની છેડતીના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા બાદ ધારાસભ્યએ આકરી પ્રતિક્રિયા આપી હતી અને પોલીસને પણ તુરંત એક્શન લેવા જરૂરી સુચના આપી હતી જેના પગલે પોલીસે તમામ આરોપીને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી કરી હતી તેમજ આવી ઘટનાઓ ભવિષ્યમાં ના બને તેવા હેતુથી આજે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું

મોરબી ડીવાયએસપી ઝાલા તેમજ એ ડીવીઝન પીઆઈ હકુમતસિંહ જાડેજા સહિતની ટીમે આજે ચેકિંગ હાથ ધર્યું હતું મોરબીના રવાપર રોડ, બસ સ્ટેન્ડ તેમજ કન્યા છાત્રાલય રોડ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને આવારા તત્વો આંટાફેરા કરતા હોય તેવા ઇસમોને શોધી કાઢવા ઝુંબેશ ચલાવી હતી

તે ઉપરાંત કન્યા છાત્રાલય સહિતના રોડ પર વાહન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો પાસેથી દંડ વસુલી નિયમોનું પાલન કરવા સૂચનાઓ આપવામાં આવી હતી મોરબીમાં પોલીસ એક્શનમાં આવી હોય તે જોઇને નગરજનોમાં ખુશી જોવા મળી હતી અને પોલીસ કાયમી આવું ચેકિંગ કરે તેમજ આવારા તત્વોને કાયદાનું ભાન કરાવે તેવી નગરજનો માંગ કરી રહ્યા છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર