મોરબી જિલ્લાના જિલ્લા મેજીસ્ટ્રેટ જે. બી. પટેલ દ્વારા જિલ્લાના ૮૮ પ્રતિબંધિત વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારૂ સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી વગર ડ્રોન કે રીમોટથી કન્ટ્રોલ કરતા એરીઅલ મિસાઈલ કે પેરાગ્લાઈડર રીમોટ કન્ટ્રોલ, માઈક્રો લાઈટ એરક્રાફટ ચલાવાની મનાઈ ફરમાવેલ છે.
આ ૮૮ પ્રતિબંધિત વિસ્તાર પૈકી નવલખી પોર્ટ, મચ્છું ડેમ-૧ અને ૨, નવલખી દરીયાઈ વિસ્તારના આઈસલેન્ડના ૨ કિ.મી. ના વિસ્તારમાં, મોરબી સબજેલમાં ૨૫૦ મીટર વિસ્તારમાં, આઈ.ઓ.સી. પાઈપ લાઈન, ક્રેઈન ઈન્ડિયા પ્રા. લી. કંપની, વાછકપર, ભારત ઓમાન રિફાઈનરી પાઈપલાઈન જોધપરથી કાશીપર, ગેઈલ ઈન્ડિયા પ્રા.લી. ગેસ પાઈપ લાઈન કુતાસી થી હરીપર, જિલ્લામાંથી પસાર થતી ગેસ ઓઈલની પાઈપ લાઈન ડિસ્ટ્રીક કોર્ટ, કલેકટર ઓફિસ, એસ.પી. ઓફિસ, પોલીસ હેડ ક્વાટર્સ, ટેલીફોન એક્સચેન્જ, એસ.બી.આઈ. બેંક, પરા બજાર મોરબી, બસ સ્ટેશન, સીવીલ હોસ્પીટલ, નવલખી, જુના અંજીયાસર ફીસીંગ પોઈટ તેમજ જિલ્લામાં આવેલ વીજ સબ સ્ટેશનોના ૧૦૦ મીટરનાં વિસ્તારમાં, મયુર બ્રિજ, રેલ્વે સ્ટેશન વાંકાનેર, રેલ્વે સ્ટેશન મોરબીના ૫૦ મીટરના વિસ્તારમાં આ જાહેરનામાનો તા.૦૨/૦૫/૨૦૨૨ સુધી અમલમાં રહેશે.
મોરબી તાલુકાના જુનાં પીપળી ગામે પાણીની ટાંકીની સામે બાવળની કાંટમા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર શખ્સોને રોકડ રકમ રૂપિયા ૮૦૬૦ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના જુનાં પીપળી ગામે પાણીની ટાંકીની સામે બાવળની કાંટમા...
સાયબર ગઠીયાઓને પાઠ ભણાવવા મોરબી સાયબર ક્રાઇમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે સાયબર ફ્રોડ કરવામાં માટે સિન્ડિકેટ બનાવી અલગ અલગ વ્યક્તિઓ પાસેથી સાયબર ફ્રોડ કે છેતરપીંડીથી મેળવેલ નાણાં સગેવગે કરવા આરોપીઓએ કમીશનથી નાણાં પોતાના ખાતામાં ટ્રાન્જેકશન કરાવી નાણા ચેક થી વિડ્રો કરી સગેવગે કર્યા હોવાની પાંચ...
મોરબીમાં રહેતા યુવકના ભાઈ પાસેથી આરોપીઓને ચાર થી પાંચ કરોડ રૂપિયા લેવાના હોય જેથી આરોપીઓએ યુવકનું અપહરણ કરી ઢીકાપાટુનો તથા લાકડી માર માર્યો હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી રવિનગર મયુર સોસાયટી પાછળ ત્રાજપરમા રહેતા અભરતસિંઘ ભુરો ઉર્ફે ભુરજી સોઢા (ઉ.વ.૨૫) એ આરોપી પિયુષભાઈ...