જિલ્લાના કુલ ૮૬ મેડલમાથી ૧૩ ગોલ્ડ સહિત ૪૧ મેડલ મેળવી મોરબી જિલ્લામાં પ્રથમ નંબરે
તાજેતરમાં ખેલ મહાકુંભ અંતર્ગત મોરબી જિલ્લા કક્ષાની જૂડો રમતની સ્પર્ધા યોજાઈ ગઈ. જેમાં મોરબી જિલ્લાના અન્ડર -૧૪ અને અન્ડર-૧૭ એઈજ કેટેગરીના કુલ ૮૬ મેડલમાથી ૧૩ ગોલ્ડ સહિત કુલ ૪૧ મેડલ મેળવી મોરબી જિલ્લામાં પ્રથમ નંબર મેળવી ડંકો વગાડ્યો હતો. જેમાં અન્ડર-૧૪ ના વયજૂથમાં શાળાના દીપ મોરતરિયા, પ્રજાપતિ રાહુલ, અણિયારી લક્ષ્મણ , સોલંકી રિન્કુ, સોનગ્રા કૃપાલીએ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. જ્યારે અન્ડર- ૧૭ ભાઈઓમાં કણસાગરા મનોજ, સેફાત્રા હરિ, મારુનિયા દશરથ, દેત્રોજા મેહુલે અને બહેનોમાં ઉકેડિયા મીના, પટેલ દિયા, ગઢાદરા અંજલિ અને અઘારા ધ્રુવિનીએ ગોલ્ડ મેડલ જીત્યા હતા. આ સિવાય તક્ષશિલા સંકુલના કણઝરિયા પ્રાપ્તિ, વાઘેલા વિશાલ, અઘારા જયદીપ, દુધરેજિયા ધ્રુવરાજ, ગઢવી ધમભા, કુણપરા ધ્રુવરાજ, દેકાવિડાય કિશન, સાકરિયા દિવ્યા, સથવારા ભૂમિ અને સોલંકી જિજ્ઞાસાએ વિવિધ એજ કેટેગરીમાં સિલ્વર મેડલ અને ૧૮ વિદ્યાર્થીઓએ બ્રોન્ઝ મેડલ મેળવી સ્પર્ધામાં ચાર ચાંદ લગાવી દીધા હતા. મોરબી જિલ્લામાં એક લાખ બાર હજારના ઇનામો સહિત જૂડોમાં મેડલ સાથે અવ્વલ નંબરે હળવદની તક્ષશિલા વિદ્યાલય રહી હતી. આ પ્રસંગે ખેલો ઈન્ડિયાના મેડાલિસ્ટ રેફરી અફરુદ્દીન ચૌવટ સર અને SAG ના કોચ નેહાબેન સોલંકી, તન્વીબેન બારડ, જૈનિષ મુંઘરા હાજર રહ્યા હતા. ઈન્સ્કુલ પ્રોજેકટ હેડ પૂજાબેન ઓરા અને પ્રકાશ જોગરાણા સરે વિજેતા તમામ સ્પર્ધકોને તૈયારી કરાવી હતી.
રવી પરીખ હળવદ
