Sunday, May 19, 2024

મોરબી જીલ્લાના વોન્ટેડ આરોપીઓ અંગેની માહીતી આપનારને મોરબી પોલીસ આપસે ઈનામ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબી: મોરબી જીલ્લામાં ગંભીર ગુનામાં ફરાર આરોપીઓને મોસ્ટ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અને ચાર આરોપીઓની માહિતી આપનારને રૂપિયા ૨૦ હજારથી લઈને રૂ ૧ લાખ સુધીના ઇનામની જાહેરાત કરવામાં આવી છે

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકની કચેરી પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત સરકારના ગૃહ વિભાગના ઠરાવની જોગવાઈઓને ધ્યાને લઈને નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા ઇનામ જાહેર કરવા સૂચનાઓ આપવામા આવી હોય જેમાં ગંભીર ગુનામાં સંડોવાયેલ ભાગેડુ ગુનેગારોને પકડવા પોલીસને મદદ મળે તેવા હેતુથી જાહેર/ખાનગી વ્યક્તિઓ અને બાતમીદારોને આપવા પાત્ર ઇનામોની જોગવાઈઓ મુજબ મોરબી જીલ્લાના ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલ અને લાંબા સમયથી ધરપકડ ટાળવા નાસતા ફરતા આરોપીઓ પૈકી ટોપ પાંચ આરોપીઓના આગોતરા ઇનામ જાહેર કરવા પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિક્ષક ગાંધીનગર કચેરી અને પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગની મંજુરી મળતા મોરબી જીલ્લામાં ટોપ ચાર નાસતા ફરતા આરોપીને પકડવા માટે મદદ કરનાર અથવા સચોટ માહિતી આપનારને સલામતી માટે માહિતી ગુપ્ત રાખવાની શરતોને આધીન ઇનામની રકમની જાહેરાત કરવામાં આવી છે.

જેમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં હત્યા સહિતના ગુનામાં સંડોવાયેલ આરોપી આરીફ ગુલમામદ ધોળા/મીર રહે કાલિકા પ્લોટ મોરબી વાળાની માહિતી આપનારને રૂ ૧ લાખની ઇનામની જાહેરાત કરાઈ છે.જયારે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં હત્યાના ગુનામાં ફરાર મકસુદ ગફુર સમા રહે કાલિકા પ્લોટ મોરબી વાળાની માહિતી આપનારને રૂ ૪૦,૦૦૦, એ ડીવીઝન પોલીસ મથકમાં હત્યાના ગુનામાં ફરાર કાદર ઉર્ફે બચ્ચન ગની મતવા/કુરેશી રહે મોરબી વજેપર મતવાવાસ વાળાની માહિતી આપનારને રૂ ૩૦,૦૦૦ અને ટંકારા પોલીસ મથકમાં અલગ અલગ ગુનામાં સંડોવાયેલ આરોપી કમલેશ ડુટીયા ભીલ આદિવાસી રહે એમપી વાળાની માહિતી આપનારને રૂ ૨૦ હજારના ઇનામની જાહેરાત કરવામાં આવી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર