મોરબી જીલ્લામાં સ્પેશિયલ ખેલ મહાકુંભની સ્પર્ધા ૨૯મી એપ્રિલે યોજાશે
મોરબી : ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગરના ઉપક્રમે ગુજરાત રાજ્યના તમામ જીલ્લાઓમાં સ્પેશિયલ ખેલમહાકુંભનું આયોજન કરવામાં આવનાર છે. આ સ્પેશિયલ ખેલ મહાકુંભનો મુખ્ય ઉદ્દેશ રમતગમતનું વાતાવરણ ઉભું થાય અને ખેલદિલીને આગળ વધારવા તથા ગામ, શહેર, તાલુકા, જિલ્લા અને રાજ્ય લેવલે ખેલાડીઓની પ્રતિભા વધે તેમજ શારીરિક સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવાનો છે.
આ સ્પેશિયલ ખેલ મહાકુંભમાં મનોદિવ્યાંગ, અસ્થિવિષયક દિવ્યાંગ, અંધજન, ડેફ ખેલાડીઓ ભાગ લે તે હેતુથી જીલ્લાકક્ષા અને રાજ્યકક્ષાએ વિવિધ રમતોનાં જુદા જુદા વયજુથમાં સમાવેશ કરી આયોજન કરવામાં આવેલ છે જે સ્પર્ધાનું મોરબી જીલ્લા કક્ષાનું આયોજન તા. ૨૯/૦૪/૨૦૨૨ના રોજ મહાત્મા ગાંધી, ઉત્તર બુનિયાદી વિદ્યાલય, જોધપર(નદી), તા.જી. મોરબી ખાતે થશે માટે જે પણ સ્પર્ધકે ભાગ લીધેલ હોય તે સ્પર્ધકે તા. ૨૯/૦૪/૨૦૨૨ના રોજ સવારે ૦૭:૦૦ થી ૮:૦૦ સુધી રીપોર્ટીંગ કરવાનું રહેશે. વધુ માહિતી માટે જીલ્લા રમત ગમત અધિકારીની કચેરી રૂમ નં. ૨૫૭, બીજો માળ, તાલુકા સેવા સદન, પ્રાંત યુવા વિકાસ અધિકારી, બી.એસ.નાકિયા મો. ૯૭૧૪૯૦૪૬૬૯ નો સંપર્ક કરવા જીલ્લા રમત ગમત અધિકારી મોરબીની યાદીમાં જણાવાયું છે.