મોરબી : RTE ACT અન્વયે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫% લેખે ધોરણ-૧ માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશ આપવા માટે ગુજરાત રાજ્ય તથા મોરબી જીલ્લા દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. રાજ્ય સરકારનાં પ્રયાસોથી વાલીઓમાં જાગૃતી આવતા શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માં મોરબી જીલ્લાની કુલ ૧૮૪ જેટલી, બિન અનુદાનિત પ્રાથમિક શાળામાં જુદા જુદા માધ્યમમાં મોરબી જિલ્લાની ૧૩૬૬ જેટલી જગ્યાઓ RTE હેઠળ ઉપલબ્ધ હતી જે પૈકી વિધાર્થીઓની પસંદગી અને ૬ કી.મી.ની ત્રિજયાના વિસ્તારમાં ઉપલબ્ધ શાળાઓમાં નિયમોને ધ્યાનમાં લઈ પ્રથમ રાઉન્ડમાં મોરબી જિલ્લામાં ૧૨૩૧ જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવેલ છે જેમાંથી નિયત સમયમર્યાદામાં મોરબી જિલ્લામાં ૧૧૧૪ જેટલા વિદ્યાર્થીઓએ જે-તે શાળામાં રૂબરૂ જઈ પ્રવેશ નિયત કરાવ્યો હતો.
પ્રથમ રાઉન્ડની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખાલી રહેવા પામેલ મોરબી જીલ્લાની ૨૫૨ જગ્યાઓ પર વધુને વધુ નબળા અને વંચિત જૂથના બાળકોને RTE હેઠળ પ્રવેશનો લાભ મળી રહે તે હેતુથી પ્રથમ રાઉન્ડમાં પ્રવેશથી વંચિત રહેલા અને માન્ય અરજી ધરાવતા મોરબી જીલ્લામાં ૨૭૪૩ અરજદારોને શાળાઓની પુનઃપસંદગીની તક તા. ૧૨/૦૫/૨૦૨૨ થી તા. ૧૪/૦૫/૨૦૨૨ દરમિયાન આપવામાં આવી છે. આ સમયગાળામાં એકંદરે ઘણા અરજદારોને શાળાઓની પુનઃપસંદગી કરેલ જ્યારે બાકીના અરજદારે પ્રથમ રાઉન્ડ પૂર્વે ભરેલ ફોર્મની શાળાઓ યથાવત રાખેલ છે.
અમદાવાદ રાજકોટ હાઇવે રોડ વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે રોડ ઉપર થી ટ્રકમાં સોડા બોટલોની આડમાં છુપાવીને લઇ જવાતો ઇંગ્લીશ દારૂ/બિયર જેમાં ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૪૮૯૬ કિ.રૂ. ૪૦,૪૦,૪૦૦/- તથા બિયર ટીન નંગ- ૧૧૪૩૬ કિ.રૂ. ૨૦,૬૦,૬૪૦/- મળી કુલ કિ.રૂ. ૬૧,૦૧,૦૪૦/- નો જથ્થો તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ. ૮૮,૧૧,૦૪૦/-ના મુદામાલ સાથે...
મોરબી જીલ્લામાં "અંડર-એજ ડ્રાઇવીંગ કરતા સગીર વયના બાળકો તથા સ્કુલ વાન ઉપર સ્પેશીયલ વાહન ચેકિંગ ડ્રાઇવ" યોજી મોરબી પોલીસે કડક કાર્યવાહી કર હતી જેમાં સગીર વયના ૧૯ બાળકોના વાલી પર કેશ કરાયો, ૧૪ સ્કૂલ વાન ડીટેઈન કરાઈ હતી.
મોરબી જીલ્લામાં ત્રણ દિવસ માટે “અંડર-એજ ડ્રાઇવીંગ કરતા સગીર વયના બાળકો તથા...