“એક તરફ કાલે લોકશાહીનું મહાપર્વ તો બીજી તરફ ન્યાય ઝંખતા પુલ દુર્ઘટનાના પરિવારજનો”
એક જ માસના સમયગાળામાં પુલ દુર્ઘટનાને ભુલી જતા રાજનેતાઓ અને આમ જનતા
મોરબી: વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પૂર્ણ થયો છે. ગુજરાતની ગાદી પર કોણ બીરાજમાન થશે તે આવતીકાલે મતદારો નક્કી કરશે. આવતીકાલે ગુજરાતના મતદારો લોકશાહીના મહાપર્વની ઉજવણી કરશે. જયારે બીજી તરફ ઝુલતા પુલ દુર્ઘટનાની પ્રથમ માસીક પુણ્યતીથીના રોજ ભોગ બનનાર કુંટુંબીજનો માતમ મનાવશે. પુલ દુર્ઘટનાને એક માસ થયો છે. તેમ છતા મૃતકોના પરિવારજનોને ઇન્સાફ મળ્યો નથી. ગાર્ડ અને ટીકીટ ચેકર જેવા નાના કર્મચારીઓની ધરપકડ કરી પોલીસે સંતોષ માની લીધો છે. જયારે રાજનેતાઓને પુલ દુર્ઘટના યાદ હશેકે કેમ? તેની કોઈ ચર્ચા કરવા કે ન્યાય આપવાની વાત સુધ્ધાં કરવા તૈયાર નથી.
રાજકીય પરિસ્થિતિ જોતા પક્ષો ચૂંટણીમાં વ્યસ્ત છે પુલની દુર્ઘટનાના ચોથા દિવસે ચૂંટણી જાહેર થઇ જતાં પક્ષો ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત થઈ ગયા. તમામ મત માંગવા દોડતા થયા હતા.જો કે કોઇએ પીડિતોની પીડા જાણવાનો પ્રયત્ન કર્યો ન હતો . મૃતક લોકોના પરિવારજનો હજુ ન્યાય માટે તડપી રહ્યા છે. પણ એક પણ પક્ષના નેતાઓ ન્યાયની લડાઈ માટે કોઈ સક્રિય જોવા મળ્યા નથી. પુલ દુર્ઘટનાને એક મહીનો થવા છતા એક પણ પક્ષના નેતાઓ મૃતકના પરિવારજનોને દિલાસા આપવા પણ નથી ગયા.
તેમજ પુલ દુર્ઘટના બની હતી તે દિવસે મોડી રાત્રે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.જો કે કોઈ નામજોગ ફરિયાદ નોંધવાને બદલે બેનામી ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે સિક્યુરિટી ગાર્ડ ,ટિકિટ ક્લાર્ક ઓરેવાના મેનેજર અને ફેબ્રિકેશન કામ કરનાર એજન્સીના આરોપી પિતા પુત્ર સહિત 9ની ધરપકડ કરી હતી.તેમને જેલ હવાલે કર્યા, પરંતુ ત્યારબાદ પોલીસે કોઈ નોંધપાત્ર કામગીરી કરી નથી. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે લોકોના કામમાં ગુનાહિત બેદરકારી દાખવનાર મગરમચ્છોને તેમજ પુલ ચાલુ થયો તે દિવસથી આખ આડા કાન કરનાર પાલિકા તંત્ર વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી થશે કે કેમ? અને શું જવાબદાર લોકોને સજા મળશે કેમ? મૃતકોના પરિવારજનોને ન્યાય મળશે કે નહી કે પછી ચુંટણીના સમયે જેમ પુલ દુર્ઘટના વિસરાઈ ગઈ તેમ ચુંટણી પછી પુલ દુર્ઘટના એક યાદ બનીને રહી જશે.
મોરબીમાં રૂપીયાના ઉઘરાણી પીપળી રોડ પરથી ફોર્ચ્યુનર કારમા આવી અપહરણ કરનાર ત્રણ ઈસમોને તથા ભોગબનનાર ને મોરબી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયા છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવેલ મોરબી જેતપર રોડ એ.બી.સી. સીરામીક નજીકથી એક વ્યક્તિનું ફોર્ચ્યુનર કારમાં અપહરણ કરી લઇ ગયેલ હોય જેથી તાત્કાલીક નાકાબંધી કરી કાયદેસરની કાર્યવાહિ...
મોરબી તાલુકાના જુનાં પીપળી ગામે પાણીની ટાંકીની સામે બાવળની કાંટમા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર શખ્સોને રોકડ રકમ રૂપિયા ૮૦૬૦ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના જુનાં પીપળી ગામે પાણીની ટાંકીની સામે બાવળની કાંટમા...
સાયબર ગઠીયાઓને પાઠ ભણાવવા મોરબી સાયબર ક્રાઇમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે સાયબર ફ્રોડ કરવામાં માટે સિન્ડિકેટ બનાવી અલગ અલગ વ્યક્તિઓ પાસેથી સાયબર ફ્રોડ કે છેતરપીંડીથી મેળવેલ નાણાં સગેવગે કરવા આરોપીઓએ કમીશનથી નાણાં પોતાના ખાતામાં ટ્રાન્જેકશન કરાવી નાણા ચેક થી વિડ્રો કરી સગેવગે કર્યા હોવાની પાંચ...