મોરબીમાં અગમ્ય કારણોસર ટ્રેનની હડફેટે આવી જતા યુવકનું મોત થયાની ઘટના સામે આવી છે. આ અંગે મોરબી તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મુળ ઓરીસ્સાના રહેવાસી અને હાલ લાલપર ગામ પાસે આવેલા પ્લેટીના સીરામીકમાં રહેતા નેપાલકિશકો એસઓ કોયલાકિશકોનું પ્લેટીના સીરામીક સામે રેલ્વે ટ્રેક પાસે ટ્રેનની હડફેટે આવી જતા મોત થયું છે. હાલ મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
