મોરબી જીલ્લા પોલીસ દળમાં ફરજ બજાવતા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલને અનાર્મ હેડ કોન્સ્ટેબલ તદન હંગામી ધોરણે શરતોને આધીન રહીને અનાર્મ હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવી છે.
મોરબી જીલ્લામાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મચારીને પ્રમોશનનું ગીફ્ટ આપવામાં આવ્યું છે જેમાં એલસીબીમાં ફરજ બજાવતા ભરતસિંહ ભીમભા ડાભી, પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા વિક્રમ ભીખાભાઈ ભાટિયા અને મોરબી સીટી બી ડીવીઝનમાં ફરજ બજાવતા ચંદ્રસિંહ કનુભાઈ પઢીયાર એમ ત્રણને પ્રમોશન આપવામાં આવ્યા છે
મોરબીના રવાપર ઘુનડા રોડ પર ઉજવલ ફાર્મ પાસે જય દ્વારકાધીશ હાઇટસ સામે રોડ પરથી વિદેશી દારૂની છ બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના રવાપર ઘુનડા રોડ પર ઉજવલ ફાર્મ પાસે...