આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ અને દુર્ગા વાહિની મોરબી જિલ્લા દ્વારા લસ્સી નું આયોજન કરવામાં આવ્યું હતું
મોરબી અને કચ્છ ની બહેનો એસટી બસ મારફતે પ્રશિક્ષણ વર્ગ માં ભાગ લેવા માટે ભાવનગર જઇ રહી હોય તેમનાં માટે ઉનાળા ની કાળઝાળ ગરમીમાં રાહત મળે તેવાં ઉમદા હેતુથી નવાં બસ સ્ટેન્ડ પાસે ઠંડી લસ્સી નું આયોજન કરવામાં આવ્યું હતું
ઠંડી લસ્સી પીવડાવી પ્રશિક્ષણ વર્ગ માં ભાગ લેવા જઇ રહેલી તમામ બહેનો ને રવાના કરવામાં આવી હતી આ પ્રસંગે વિશ્વ હિન્દૂ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત સામાજિક સમરસતા અઘ્યક્ષ રમેશભાઈ પંડ્યા, વિશ્વ હિન્દૂ પરિષદ મોરબી જિલ્લા અઘ્યક્ષ મહેન્દ્રભાઈ સવસાણી, દુર્ગાવાહિની મોરબી જિલ્લા સંયોજિકા ઝંખનાબેન દવે, સેવાવિભાગ સંયોજિકા જયશ્રીબેન વાઘેલા સહીતના દુર્ગાવાહિનીના બેહનો જોડાયા હતા
મોરબી તાલુકાના બહાદુરગઢ ગામની સીમમાં મોરબી-માળીયા હાઇવે બહાદુરગઢના બસ સ્ટેન્ડ સામે હુન્ડાઇ ક્રેટા કારમાંથી ઇગ્લીશ દારૂ કિ.રૂ. ૪,૬૮,૦૦૦/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ. ૯,૬૮,૦૦૦/- નો મુદ્દામાલ મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન સર્વેલન્સ પોલીસ સ્ટાફને બાતમી મળેલ કે, એક સફેદ કલર...
તારીખ 12 નવેમ્બરના રોજ રાત્રે એક સજ્જન વ્યક્તિ દ્વારા 181 માં ફોન આવેલ કે એક મહિલા મળી આવેલ છે માટે મદદની જરૂર છે.
ત્યારબાદ કેસ આવતા ની સાથે જ તાત્કાલ 181 ટીમ ઘટના સ્થળે પહોંચેલ 181 ટીમના કાઉન્સેલર સેજલ પટેલ કોન્સ્ટેબલ ખ્યાતીબેન પાયલોટ મહેશભાઈ તે મહિલા સુધી પહોંચેલ તે સજ્જન...