મોરબી: મોરબી નગરપાલિકામાં 52 માંથી 52 ભાજપના સભ્યો ચૂંટાયેલા છે રાજ્ય અને કેન્દ્રમાં પણ ભાજપની સરકાર હોવા છતાં બજેટમાં ધરખમ 42 ટકા ઘટાડાથી આશ્ચ્રર્ય
મોરબી નગરપાલિકાનું આજે જનરલ બોર્ડ મળ્યું હતું જેમાં વર્ષ 2023-24નું વાર્ષિક બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જે બજેટમાં નગરપાલિકા દ્વારા 150.89 કરોડનું બજેટ રજૂ કરાયું હતું. બજેટમાં આવક રૂપે મ્યુનિ રેઈટ અને ટેક્સીસ રૂપે 2372.00 લાખ, સ્થાવર મિલ્કતની આવક રૂપિયે 1035.00, પરચુરણ 2389.00 લાખ, નામદાર સરકારશ્રી તરફથી સહાય 8919.00 લાખ અને અસાધારણ રૂપે 378 લાખની આવકનો અંદાજ લગાવવામાં આવ્યો હતો. જયારે નાણાકીય વર્ષ 2023-24માં ખર્ચ પેટે સામાન્ય વહીવટ માટે 169.00 લાખ, કરની વસુલાત સ્થાનિક જકાત પેટે 70.00, બીજા કરો 105.00, વળતર પેટે 100.00, પ્રોવિડન્ટ ફંડ, ગ્રેચ્યુઈટી અને પેંશન ખર્ચ પેટે 898.00, પબ્લિક સેફટી ફાયર સ્ટેશન પાછળ 330.00, રોશની શાખા 365.00, જાહેર તંદુરસ્તી અને પાણી પુરવઠા માટે 1020.00. કન્ઝર્વન્સી 1465, મેલેરિયા પાછળ 79, માર્કેટ, ધર્મશાળા પાછળ 00.00, બાગબગીચા માટે 102.00, જાહેર બાંધકામ પાછળ 1550 લાખ, ભૂગર્ભ ગટર 730 લાખ, ઝૂલતા પુલ પાછળ 00.00, વાંચનાલય પાછળ 6.00, બાલમંદિર પાછળ 20 લાખ, યુબીએસ માટે 3 લાખ, પરચુરણ માટે 550 લાખ, ગ્રાન્ટ અન્વયે ખર્ચ 7149.00 લાખ અને અસાધારણ ખર્ચ પાછળ 378 લાખની જોગવાઈ મળી કુલ 15089.00 લાખ તેમજ 4 લાખની વબંધ સિલ્ક મળી 15093 લાખની જોગવાઈ કરવામાં આવી છે.
તેમજ મોરબી નગરપાલિકાનું આજે જનરલ બોર્ડ મળ્યું તેમાં વોર્ડ નંબર 2ના કાઉન્સિલર ગીતાબેન મનુભાઈ સરેસ,ઈદ્રીશભાઈ જેડા,અને જયંતીલાલ હાટલીયા દ્વારા પોતાના મત વિસ્તારમાં કામો ન થતા હોવાની અને ગ્રાન્ટ ફાળવવમાં ઓરમાયું વર્તન કરવામાં આવે છે તેવી ઉગ્ર રજુઆત કરતા કહ્યું હતું કે અંધેરી નગરીને ગંડુ રાજા હોય તેવું લાગી રહ્યું છે.
સદસ્યો જ નહિ ચેરમેન પણ કામો અંગે અંધારામાં : દેવાભાઈ અવાડીયા(ચેરમેન મોરબી નગરપાલિકા)
મોરબી નગરપાલિકાના પવડી વિભાગના ચેરમેન દેવાભાઈ અવાડીયાએ ગંભીર આક્ષેપો કરતા મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બજેટ મંજુર કરાયું છે પરંતુ લાઈટ મુદો પેન્ડીંગ અને 45 ડી કામો પેન્ડીંગ રાખવામાં આવ્યા છે 3 કરોડ 80 લાખની લાઈટો ખરીદી કરી બીલ ચૂકવી દીધા છે પરંતુ લાઈટો કઈ કંપનીની છે તેની જાણ કોઈને નથી 45 ડી મુજબ 6 થી 7કરોડના કામો થયા છે જે પેન્ડીંગ રાખવામાં આવ્યા છે જે તે વિભાગના ચેરમેન પણ કામો અંગે અજાણ હતા જે યોગ્ય નથી સદસ્યો અને ચેરમેનને વિશ્વાસમાં લીધા નથી વિશ્વાસમાં લેવા જોઈએ તેમ જણાવ્યું હતું.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...