ચોમાસાની શરૂઆત થવાની છે ત્યારે મોરબી નગરપાલિકા દ્વારા પ્રી મોન્સુન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે
રવાપર રોડ પર આવેલ એવન્યુ પાર્ક સામેના નાળાની સફાઈ હાલ આરંભાઈ છે અત્યારે ચોમાસા દરમિયાન આ કામગીરી સફળ પુરવાર થશે કે કેમ તેવા સવાલો લોકોમાં ઊઠી રહ્યો છે મોરબી નગરપાલિકા તંત્ર દ્રારા દર વર્ષે પ્રિમોન્સુન કામગીરીનાં નામે લાખો રૂપિયા ખર્ચવામાં આવે છે પણ અયોગ્ય કામગીરીના કારણે શહેરના ઘણા બધા વિસ્તારોમાં ચોમાસા ના વરસાદી પાણી ભરાવાની સમસ્યાઓ યથાવત રહે છે અને લોકોને ચોમાસા દરમિયાન ભારે હાલાકી વેઠવી પડે છે અને જવાબદાર પાલીકાતંત્ર તમાશો જોતા હોય તેવો ઘાટ સર્જાય છે

દર ચોમાસે મોરબી શહેરના ઘણા બધા વિસ્તારમા વરસાદી પાણી નાં નિકાલ નાં અભાવે થોડોક વરસાદ પડતાંજ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે વરસાદી પાણીના કાયમી નિકાલ માટે નગરપાલિકા તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ નક્કર કામગીરી હાથ ધરવામાં આવી ન હોય શહેરના લોકો એવું ઇચ્છી રહ્યા છે પ્રીમોન્સુન કાર્યવાહીના નામે દર વર્ષે પ્રજાના લાખો રૂપિયાનું ધોવાણ કરતી નગરપાલિકા તંત્ર પ્રજાને ક્યારે વરસાદી પાણી ભરાવાની સમસ્યા માથી છુટકારો અપાવશે હાલ લાખો રૂપિયાનું આંધણ કરી વોકળા અને નાળા સાફ કરવાની કામગીરી ચાલુ કરી છે તે સારી બાબત છે પણ તે કેટલી કારગર નિવડે છે તે જોવું રહ્યું
