મોરબી જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી માટે નવી અધતન સુવિધા સાથે બની રહેલા નવા ચેરિટી ભવનનું ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નાં વરદ હસ્તે અને રાજ્ય નાં કાયદા અને મહેસુલ મંત્રી ની ઉપસ્થિતિમાં વર્ચ્યુઅલ ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું

આગામી દિવસોમાં મોરબી થી નજીક આવેલા સનાળા ગામ પાસે અંદાજે અઢી કરોડ જેવી માતબર રકમના ખર્ચે અધતન સુવિધાઓથી સજ્જ નવું ચેરિટી ભવન તૈયાર કરવામાં આવશે કલેકટર જે.બી.પટેલ અધિક કલેકટર એન કે મુછારા અને મદદનીશ ચેરિટી કમિશનર પૃથ્વીરાજસિંહ જાડેજા સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ચેરીટીતંત્ર વિશે સંબોધન કરવામાં આવ્યું હતું તેમજ મોરબી જિલ્લા સહિત ૮ જિલ્લાઓમાં નવા ચેરિટી ભવન બનાવવા માટે વર્ચ્યુઅલ ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું
