મોરબી: બજરંગદળ દ્વારા હનુમાનચાલીસા ના પાઠ કરી વિરોધ દર્શાવ્યો
કર્ણાટકમાં, કોંગ્રેસ પાર્ટીએ તેના ચૂંટણી ઢંઢેરામાં બજરંગ દળને PFI સાથે જોડવાની અને કર્ણાટકમાં સરકાર બને તો બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાની વાત કરી હતીજે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હનુમાન ચાલીસા કરી વિરોધ દર્શાવ્યો હતો
રાજસ્થાન, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ તથા મહારાષ્ટ્ર ના કોંગ્રેસના કેટલાક નેતાઓ અને બિહારમાં જનતા દળ (યુ) જેવા અન્ય પક્ષોના નેતાઓ પ્રતિબંધની હાકલ કરી રહ્યા છે,પરંતુ લગાવવામાં આવેલા આ ખોટા આરોપોનો વ્યાપક વિરોધ થઈ રહ્યો છે બજરંગ દળ તેના શિસ્તબદ્ધ સંગઠનાત્મક સ્વભાવ માટે જાણીતું છે, જેનો વિરોધ સ્વરૂપ બજરંગ દળ ગત 9ના મંગળવારના રોજ સાપ્તાહિક મીટીંગમાં “કુમતિ નિવાર સુમિત કે સંગી” દ્વારા સામૂહિક શ્રી હનુમાન ચાલીસા ના પાઠ કરી કોંગ્રેસ સામે વિરોધ દર્શાવ્યો હોવાનું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જાણવા મળ્યું હતુ.
મોટા પાયે સમાજની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે પ્રયત્નો કરવા જોઈએ, જેથી હનુમંત શક્તિ જાગે, રાષ્ટ્રવિરોધી અપ્રભાવી બને તેમ જણાવ્યું હતું આ વિરોધ શહેરના કષ્ટભંજન હનુમાનજી મંદિર,ઉમા ટાઉનશીપ, સામાકાંઠે મોરબી -૨ ખાતે કરવામાં આવ્યો હોવાનું વિશ્વ હિન્દુ પરિષદે જણાવ્યું હતું