મોરબી ભાજપ શાસિત નગરપાલિકા માં થયેલ ભ્રષ્ટાચાર ની તપાસ કરી પગલાં લેવા કોંગ્રેસ પક્ષની માંગણી
મોરબી શહેર ની ભાજપ શાસિત નગરપાલિકા એ પોતા છેલા બે વરસ માં પ્રજા ને પ્રાથમિક સુવિધાઓ આપવામાં સરેઆમ નિષ્ફળ ગયેલ છે હાલના શાસનમાં પણ પ્રજાને પ્રાથમિક સુવિધાઓ મળશે તેવી અપેક્ષા હતી પરંતુ ખાટલે મોટી ખોટ હોય તેમ પ્રજાના ટેસ્ટના પૈસાથી ભરાયેલી તેજોરી ભાજપ શાસિત નગરપાલિકાના સદસ્યોની બિન આવડત અને વહીવટી જ્ઞાનની કમીના કારણે નગરપાલિકાની તેજોરીખાલી કરી નાખેલી છે જેના કારણે આજે મોરબી શહેરમાં કચરા કલેક્શન કરતી ગાડીઓ બંધ છે.
રોડ રસ્તાઓ ઉપર કચરાઓના ઢગલાઓ ખડકાયેલા છે પ્રજા પરેશાન છે ત્યારે મોરબી નગરપાલિકામાં નીમાયેલા ભાજપના સદસ્યો એ છેલ્લા બે વર્ષમાં કરેલા ભ્રષ્ટાચારની તપાસ કરવા ના આવે અને ભ્રષ્ટાચાર કરનાર લોકોની સામે કડકમાં કડક કાયદેસરના પગલાં ભરવામાં આવે મોરબી નગરપાલિકામાં સ્ટ્રીટ લાઇક ખરીદીમાં બેફામ ભ્રષ્ટાચાર થયેલો છે જે જનરલ બોર્ડમાં પણ ચર્ચામાં આવેલો તેવી જ રીતે મોરબી શહેરમાં પ્રજાની માંગણી વગર ફોલ્ડીંગ સ્પીડ બ્રેકર નાખવામાં આવેલા જે ફોલ્ડિંગ સ્પીડ બ્રેકર આજ મોરબી શહેરના એક પણ રોડ ઉપર દેખાતા નથી ત્યારે આ સ્પીડ બેકર કેયા વિસ્તારમાં નખાયેલા અને તેનું બિલ ચૂકવાયું છે તેમાં કેટલા ટકા નું કમિશન લેવામાં આવેલ છે તેની તપાસ કરવામાં આવે તેવી જ રીતે મોરબી શહેરમાં જે નવા રોડ રસ્તા ઓ બનાવવામાં આવેલા તે રોડ રસ્તાઓના કામ નબળી ગુણવત્તા ના થયેલા અને સમય પહેલા તૂટી ગયેલ છે તો તેમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરવામાં આવે અને નબળા રોડ રસ્તાઓ બનાવનાર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ માં મુકવામાં આવે તેમ જ મોરબી નગરપાલિકામાં છેલા બે વરસ દરમ્યાન ભાજપ ના સદસ્ય દ્વારા ભરતી થયેલ રોજમદાર કર્મચારી ની તપાસ કરવા માં આવે કે તેઓ ખાલી હાજરી પુરવા જ આવે છે અને પ્રજા ના પેસા નો ખોટો પગાર મેળવે છે a અને ઘણા કર્મચારી ના તો બોગસ બેંક ખાતા ખોલાવી પગાર બરોબર લય લેવા માં આવે છે તેમજ મોરબી નગરપાલિકા ના પ્રમુખે પોતાને મળેલી સત્તાના ભાગરૂપે 45 ડી મુજબ કરેલા ખર્ચની રકમ જનરલ બોર્ડમાં મંજૂર નથી થયેલ જેથી તેમની પાસેથી તાત્કાલિક વસુલાત કરી એ પૈસાની પ્રજાને પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવે તેવી માગણી મોરબી જિલ્લા કોંગ્રેસ પક્ષના મહામંત્રી મહેશભાઈ રાજ્યગુરુ તાલુકા કોંગ્રેસ પ્રમુખ કે.ડી પડસુંબીયા તેમજ માલધારી સેલના રમેશભાઈ રબારી, કે.ડી બાવરવા. તેમજ એલ એમ કંજારિયા એ કરેલ છે તેમ કોંગ્રેસ કાર્યાલયની પ્રેસ યાદી જણાવે છે
