Sunday, May 19, 2024

મોરબી: મચ્છુ-૨ સિંચાઇ અને નર્મદા સિંચાઇ યોજનાની કેનાલોમાં થતો પાણીનો બગાડ અટકાવવા મુખ્યમંત્રીને રજૂઆત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબી: મોરબી મચ્છુ -૨ તેમજ નર્મદા સિંચાઇ યોજનાની કેનાલોમાં થતો પાણીનો બગાડ અટકાવવા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી બાવરવાએ મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત કરી છે.

ઈન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી બાવરવાએ મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી છે કે ચાલુ રવિ સીઝનમાં નર્મદા યોજનાની કેનાલોમાં તેમજ મચ્છુ-૨ યોજનાની કેનાલ માં ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવી રહ્યું છે. જ્યારે વડાપ્રધાન દ્વારા હમણાં જળસંચય તેમજ જળ વપરાશ બાબતે કાર્યકર્મો આપવામા આવેલ છે. જે અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા પણ જળ અભિયાન – ૨૦૨૩નો કાર્યકમ ચાલુ કરવામાં આવેલ છે.

હાલમાં ચાલતા રવિ સીઝન માં જે કેનાલમાં પાણી આપવામાં આવી રહ્યું છે. તેમાં ભયંકર રીતે પાણીનો બગાડ થઇ રહ્યો છે. જેમાં નર્મદાની કેનાલોમાં તેમજ મચ્છુ –૨ સિંચાઈ યોજનાની કેનાલોમાં પાણીનો બગાડ થઇ રહ્યો છે, અને વધારાનું પાણી છેક દરિયામાં કે રણ વિસ્તારમાં જઈ રહ્યું છે, જે ટીકર પાસેના રણમાં જતું જોવામાં આવી રહ્યું છે.

એક તરફ વડાપ્રધાન જળ સંચય માટે લોકોને આહવાન કરે છે. ત્યારે બીજી બાજુ સરકારી તંત્ર દ્વારા ભયંકર બેદરકારી રાખીને પાણીનો બગાડ થઇ રહ્યો છે, મચ્છુ–૨ કેનાલનો કમાડ વિસ્તાર વધારવા અને કેનાલને લંબાવવા તેમજ મછુ –૩ની કેનાલો નાલો ચાલુ કરવા અને તેને લંબાવવા તેમજ ડેમી –૩ ની કેનાલો ચાલુ કરવા તથા તેનો કમાંડ વધારવા માટે ખેડૂતો દ્વારા વારંવાર રજુઆતો થતી આવી છે. મોરબી – માળિયા વિસ્તારના ૫૨ (બાવન) ગામોની કેનાલ લંબાવવાની માંગણીનો સરકાર કઈ વિચાર પણ કરતી હોય તેવું લાગતું નથી તો બીજી તરફ મચ્છુ –૨ની કેનાલમાં જેટલું પાણી ખેડૂતો દ્વારા સિંચાઈ માટે લેવામાં આવે છે. તેનાથી ત્રણ થી ચાર ગણા પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. હાલમાં આ પાણી વોકળાઓ, વહેણો, મારફત છેક મોટા દહીસરના તળાવ સુધી પહોચેલ છે, અને રસ્તામાં આવતા ગામોના તળાવો પણ ભરાઈ જવા પામેલ છે. જો સરકાર પાસે એટલું બધું પાણી છે તો શા માટે? કેનાલ ને લંબાવીને ખેડૂતોને પાણી આપવા માટે વિચારવામાં આવતું નથી. શા માટે? આવો બગાડ થવા દેવામાં આવે છે.?

તેવી જ રીતે નર્મદા કેનાલના કમાન્ડ વિસ્તારના ઘણા ગામોમાં કેનાલો તેમજ વોટર કોર્ષ ન થવા ના કારણે સિંચાઈના પાણીના લાભથી વંચિત છે. જયારે પાણીનો બગાડ થતા પાણી રણ વિસ્તારમાં પહોચવા પામેલ છે. તો એક બાજુ જ સંચયની વાત અને કે બાજુ પાણીનો બગાડ આવી નીતિ શા માટે?

તેથી ઈન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી બાવરવાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી માગ કરી છે કે. મચ્છુ – ૨, મચ્છુ-૩, ડેમી -૩ની કેનાલો લંબાવીને નીચે આવતા ગામોને સિંચાઈનો લાભ આપવા યોગ્ય કરવામાં આવે. તેમજ નર્મદા, યોજનાની બાકી રહેલી કેનાલો તેમજ વોટર કોર્ષના કામો પુરા કરીને કમાંડ વિસ્તારના બધાજ ખેડૂતોને સિંચાઈનો લાભ મળે તેવું કરવા તેમજ જળસંચય માટે સરકારની જાહેરાત મુજબ કામો ખરેખર અને યોગ્ય રીતે થાય તેમાં ભ્રષ્ટાચારના થાય તેવું આયોજન કરવા પણ માગ કરી છે. તદ્ ઉપરાંત તળાવો વોકળાઓ , નદીઓ , વહેણો, વગેરે ને રીપેર કરી વધુ પાણી સમાય શકે તેવું કરવા માંગ કરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર