માળિયા મોરબી ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા ૨૪ મો સમૂહ લગ્નોત્સવ તા. 3જી મે ૨૦૨૨ના મંગળવાર (અખાત્રીજ)ના રોજ સવારે કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન જોધપર(નદી) ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
લગ્ન મા જોડાવા માગતા યુગલના વાલીઓને આં અંગે પૂછપરછ તેમજ ફોર્મ ભરવા માટે તારીખ ૧૫ માર્ચ ૨૦૨૨થી ૧૦ મે ૨૦૨૨ સુધી માળીયા મોરબી ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિના કાર્યાલયે શ્રીજી હોલની નીચે માર્કેટ યાર્ડ ની બાજુમાં સનાળા રોડ ખાતે ભરવામાં આવશે ફોર્મ ભરવા માટે જન્મ તારીખ નો ઓરીજનલ દાખલો અથવા સ્કૂલ લિવિંગ સર્ટી ,આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, પાસપોર્ટ સાઈઝ ના ફોટા, વર કન્યાના માતા પિતા ના આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ,રેશન કાર્ડ દરેકની બે બે કોપી ઝેરોક્ષ તથા ઓરીજનલ ડોકિયુમેન્ટ સાથે સમૂહ લગ્ન સમિતિના હોદેદારો પ્રમુખ ડો. મનુભાઈ કૈલા 9825405076, ઉપ પ્રમુખ મણીભાઈ સરડવા 9825695708,જ્યંતી ભાઈ પડસુમિયાં 9825695827,મંત્રી જ્યંતીભાઈ વિડજા 9978921318 સહમંત્રી કમલેશભાઈ કૈલા 9898656985,મગનભાઈ અધારા 9825098079,ખજાનચી ઈશ્વરભાઈ સબાપરા 9427222510,વિનુભાઈ કૈલા 9925360345,જયેશભાઇ રંગપરિયા 9879215000, જયન્તિભાઈ સેરસિયા 9825283287 સવજીભાઈ સુરાણી 9879310620,ચંદુભાઇ કુંડારીયા 9925360244નો સંપર્ક કરવા જણાવ્યું છે
મહાનગરપાલિકા દ્વારા ગાંધીચોકની ફરતે રસ્તા પર લારી રાખી ધંધો કરતાં ૪૫ જેટલા રેકડી ધરકોને ગાંધીચોકમાં પટ્ટાપાડી હંગામી ધોરણે જગ્યા ફાળવી જાહેર રસ્તાપરનું દબાણ દૂર કરાવવામાં આવેલ છે જેના કારણે રસ્તો દબાણમુક્ત થતા ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થયેલ છે.
આ ઉપરાંત સર્કિટ હાઉસ સામે આવેલ કુળદેવી પાન પાસેની જગ્યામાં ૨૨ જેટલા રેકડીધારકોને,...
મોરબી તાલુકાના જેપુર ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી મેહુલભાઈ ગઢવીની ભત્રીજી તથા દિકરી પ્રથમ-દ્વિતિય નબંરે પાસ થઈ સમગ્ર ગઢવી સમાજ તથા જેપુર પ્રાથમિક શાળાનું ગૌરવ વધાર્યું છે.
હિન્દ વૈભવ ન્યુઝના તંત્રી મેહુલભાઈ ગઢવીની ભત્રીજી ભક્તિ અનિલભાઈ ખાત્રા ધોરણ 8માં પ્રથમ નંબરે પાસ થયેલ છે. જ્યારે દિકરી કાવ્યા મેહુલભાઈ ખાત્રાએ ધોરણ...