મોરબી લીલાપર કેનાલ રોડ પર બાઈક સાથે બાઈક અથડાતાં એક ઈજાગ્રસ્ત
મોરબી: મોરબી લીલાપર કેનાલ રોડ લાડલી પાર્ટી પ્લોટની સામે રોડ ઉપર બાઈક સાથે બાઇક અથડાતાં એક યુવાન ઈજાગ્રસ્ત થયો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર યુવાને આરોપી મોટરસાયકલના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર ગામ પ્રકાશનગર સોસાયટીમાં રહેતા જયભાઇ મોહનભાઈ ચાવડા (ઉ.વ.૨૨) એ આરોપી મોટરસાયકલ રજીસ્ટર નંબર-GJ-36-N-8838ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૧-૧૧-૨૦૨૨ ના રોજ રાત્રીના આશરે સાડા આઠેક વાગ્યાના અરસામાં ફરીયાદી પોતાનું મોટરસાયકલ રજીસ્ટર નંબર- GJ-03-DH-4921 વાળી લઇને મોરબી લીલાપર કેનાલ રોડ લાડલી પાર્ટી પ્લોટ સામે નાલા પાસે પહોચતા આરોપીએ પોતાના હવાલા વાળી મોટરસાયકલ રજીસ્ટર નંબર- GJ-36-N- 8338 ની પુર ઝડપે અને ગફલત ભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે બેફિકરાઇથી ચલાવી ફરીયાદની મોટરસાયકલ સાથે સામેથી અથાડી એક્સીડન્ટ કરતા ફરીયાદી નીચે પડતા ફરીયાદીને જમણા પગે કાંડાની ઉપરના ભાગે ફેક્ચર જેવી ગંભીર ઇજા કરેલ તેમજ શરીરે નાની મોટી મુંઢ ઇજાઓ પહોચાડી પોતાના હવાલા વાળી મોટરસાયકલ લઈને આરોપી નાસી ગયો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર જયભાઇએ આરોપી મોટરસાયકલના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઇ પી કો કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮ તથા એમ.વી.એક્ટ કલમ- ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
