મોરબી વાંકાનેર ડેમુ ટ્રેનની ટ્રીપમાં કરાયો વધારો
કોરોના મહામારી બાદ ધીમે ધીમે મોરબી-વાંકાનેર વચ્ચે દોડતી ડેમુ ટ્રેનની ટ્રેનની ટ્રીપમાં વધારો કરવામાં આવી રહ્યો છે.
અગાઉ બપોરની ટ્રેનની ટ્રીપમાં વધારો થયા બાદ અગામી 29 એપ્રિલથી વધુ એક ટ્રીપમાં વધારો કરવામાં આવ્યો છે અગામી 29 એપ્રિલથી વાંકાનેર-મોરબી વચ્ચે દરરોજ 2 ડેમુ સ્પેશિયલ અનરિઝર્વ્ડ ટ્રેનો ચલાવશે . એટલે કે ટ્રેન નંબર 09440 મોરબી-વાંકાનેર ડેમુ ટ્રેન મોરબીથી દરરોજ રાત્રે 8:20 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે રાત્રે 9:05 વાગ્યે વાંકાનેર પહોંચશે. આ ટ્રેન નજરબાગ, રફાળેશ્વર અને મકનસર સ્ટેશન પર ઉભી રહેશે. તો રાત્રે 10:10 વાગ્યે વાંકાનેરથી ટ્રેન ઉપડશે અને રાત્રે 10:55 ના મોરબી સ્ટેશન પર પરત આવશે.