મોરબી-વાંકાનેર ને.હા. રોડ પર ટ્રકે અડફેટે લેતાં બાઈક સવારનું મોત
મોરબી: મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર લાલપર ગામ ઇડન કોમ્પલેક્ષની સામે રોડ ઉપર ટ્રકે બાઇકને અડફેટે લેતા બાઈક સવાર યુવાનનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતાએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મુળ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના પરનાળા ગામના વતની અને હાલ રહે. બ્લોક નં -એ ૨૦૪ અજંતા એપાર્ટમેન્ટ લાલપર ગામ તા. મોરબી વાળા રઘુભાઈ હમીરભાઇ કોતરવાડીયા (ઉ.વ. ૫૦) એ આરોપી ટ્રક રજીસ્ટર નંબર- GJ-16-AZ-7874 વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૯-૧૨-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે ફરીયાદીના દિકરા રાહુલભાઇ રઘુભાઇ કોતરવાડીયા ઉ.વ. ૧૯ વાળા અમારૂ મોટરસાયકલ રજીસ્ટર નંબર GJ-36-AE-0751 મોરબીથી વાંકાનેર ઇડન કોમ્પલેક્ષની સામે નેશનલ હાઇવે રોડ પર જતો હતો ત્યારે એક ટ્રક ટેલર રજીસ્ટર નંબર GJ-12-AZ-7874 વાળાના ચાલકે પોતાનુ વાહન પુર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી લાવી ફરીયાદીના દિકરાને અડફેટે લઇ માથા ઉપર ટાયર ફેરવી માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતાએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઇ.પી.કો. કલમ-૨૭૯, ૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ કલમ-૧૮૪, ૧૭૭, મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.