મોરબી: મોરબી જિલ્લામાં વિકાસના નામે લોકો સાથે મશ્કરી થઈ રહી હોય તેવુ પ્રથમ દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે.
નગરપાલિકા દ્વારા સંચાલિત બગીચા ના નામે આવતી કરોડો ની ગ્રાન્ટ ક્યાં વપરાઈ ગઈ ? પાલિકા સંચાલિત આવતી ગ્રાન્ટ જો બગીચા માં વપરાઈ હોય તો આજે મોંઘા રિસોર્ટ માં જવા બાળકો મજબુર ન થતા હોય શહેરમાં સરદારબાગ, કેશરબાગ, રાણીબાગ, સુરજબાગ, જેવા બગીચામાં વેકેશનમાં બાળકોની બદલે લુખ્ખા દારૂડિયા જોવા મળી રહ્યા છે એકપણ બગીચામાં બાળકોને રમવાના સાધનો નથી લપસીયા, હીંચકા તો ભૂતકાળ બની ગયા છે.
જેના કારણે આજેપણ વાલીઓ બાળકોને વેકેશનમાં રાજકોટ શહેરમાં અથવા મોંઘા રિસોર્ટમાં લઇ જવા મજબુર બન્યા છે ત્યારે A ગ્રેડની પાલિકાની ગ્રાન્ટ બધી ગઈ ક્યાં તે મોટો પ્રશ્ન છે ..હાલમાં બાળકોના વેકેશનમાં ફરવા લાયક એકપણ બગીચો સારોન હોવાના કારણે શહેરમાં કચવાટ તેમજ નિરાશા બાળકોના ચહેરા પર જોવા મળી રહી છે.
