મોરબી: મોરબી નગરપાલિકામાં સત્તાધારી બોડીનું વિસર્જન થઈ ગયા પછી હાલ વહીવટદાર અને ઇન્ચાર્જ ચીફ ઓફિસર થી નગરપાલિકાનો વહીવટ ચાલી રહ્યો છે જેમાં કામચોર અને ભ્રષ્ટ કર્મચારીઓને ઘી કેળા થઈ ગયા હોય તેમ લોક ફરિયાદનો કોઈ ઉકેલ લાવવામાં નિષ્ફળ ગયા છે.
મોરબીમાં મચ્છુ-૨ ડેમની માઇનોર નંબર-૨ માં બંને બાજુની જમીન સિંચાઇ વિભાગ દ્વારા સંપાદિત કરેલી છે તેને નગરપાલિકા સર્વિસ રોડ કહે છે જેની માલિકી આજે પણ સિંચાઈ વિભાગની છે. ત્યાં રોડ બનાવવાનો નિર્ણય કર્યો અને તેનો તારીખ: ૫-૪-૨૦૨૨ ના રોજ વર્ક ઓર્ડર આપીને એક વર્ષની મુદત આપી છે. આજની તારીખે પણ આ રોડમાં કોઈ પ્રગતિ નથી અને જેમાં ગાંડા બાવળ ઊગી નીકળ્યા છે. આ કેનાલ રોડ ઉપર વિકસિત એરીયો હોય તેના બિનખેતી અને લેઆઉટ પ્લાનમાં સરકારના પરિપત્ર મુજબ નગરપાલિકાના રોડને મળે તે રીતે જે તે સર્વે નંબરમાં દશ મીટર નો રોડ મૂકવો અને તે અંગેનું લેઆઉટ સાથે કરવામાં આવતાં સોગંદનામાંમાં તેનો ફરજિયાત ઉલ્લેખ કરવો તેવું જણાવ્યું છે.
પરંતુ સોગંદનામાં માં રોડ મુકવામાં આવે છે અને સ્થળ ઉપર મૂકવામાં આવતો નથી અને લોકોને આ કેનાલનો રોડ બતાવીને લોકો સાથે સીધી છેતરપિંડી કરવામાં આવી રહી છે. છતાં વહીવટી તંત્ર નાં પેટનું પાણી હતું નથી. આવી જ વાત ઉભરાતી ગટરની છે સનાળા રોડ ઉપર વારંવાર ભૂગર્ભ ગટર ઉભરાય છે. મોરબી શહેરના વરસાદી પાણી નિકાલના વોકળા અને વહેણો બંધ કરી દેવાતા વરસાદી પાણીનો નિકાલ બંધ થઈ ગયો છે. અને જે બે દિવસ પહેલાં કમોસમી વરસાદનું ઝાપટું પડી ગયું તેનું પાણી ભૂગર્ભમાં ઘુસી ગયું હોય તેમ રોડ ઉપર ભુગર્ભ ગટર નાં ગંદાપાણી વહી રહ્યા છે જેની પણ વહીવટી તંત્ર દરકાર લેતું નથી તે પણ તેટલી જ હકીકત છે. અહીં એ વાત જણાવી દઈએ કે મોરબી શહેરના ફૂટપાથ ઉપર અને ફૂટપટની બાજુના રોડ પર બેફામ લારી-ગલા અને રેકડીઓનું જમીન દબાણ છે જેની વારંવાર ફરિયાદ થાય છે નગરપાલિકા આવા દબાણો દૂર કરાવવામાં નિષ્ફળ ગઈ છે. નકકર કામગીરી કરવામાં આવતી જ નથી તેવું નજરે દેખાઈ રહ્યું છે.
માળીયા મીયાણા તાલુકાના નવાગામની સીમમાં આવેલ કૂવામાં પડી ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ માળીયા મીંયાણામા કોળીવાસમા રહેતા ગોવિંદભાઈ અરજણભાઇ વાઘેલા (ઉ.વ.૪૦) નામનો યુવક માળિયા તાલુકાના નવાગામ સીમમાં આવેલ કૂવામાં કોઈ કારણસર પડી ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે માળિયા તાલુકા પોલીસે મૃત્યુ...
મોરબી શહેરમાં આવેલ પાવન પાર્કમાં રહેતા સામાજિક કાર્યકરે હાથ ઉછીના રૂપિયા આપેલ હોય જે લેવા કુમાર ઇન્ડસ્ટ્રીઝ ખાતે ગયેલ હોય બાદ પરત ફરતા મોરબીના લાલપર ગામની સીમમાં આવેલ કેલ્વિન એન્ટરપ્રાઈઝ પાસે જાહેર રોડ પર ચાર શખ્સોએ સામાજિક કાર્યકરને લાકડાની હોકી વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ...