Sunday, May 11, 2025

મોરબી: સરકારીબાબુઓ મસ્ત અરજદારો ત્રસ્ત ! મામાલતદાત તલાટી વચ્ચે પ્રજા પીસાણી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

સરકારી કચેરીમાં સરકારી બાબુઓ ને મફતના પગારની ટેવ પડી ગઈ હોય તેવું અમુક સરકારી કર્મચારીઓને વર્તન પર થી લાગી રહ્યું છે મામલતદાર અને તલાટી વચ્ચે અરજદારો ને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો

મોરબીમાં મામલતદાર કચેરીમાં તલાટી ઓફિસે જનાર દરેક અરજદારોને આજે ધરમનો ધક્કો થયો હોય તેવા ઘાટ ઘડાયા છે. જ્યાં વારસાઈ નોંધ કરાવવા આવેલા અરજદારો તમામ દસ્તાવેજો સાથે તલાટી મંત્રીની ઓફિસમાં પહોંચી ગયા હતા. ઓફિસ બહાર સવારે 10:30 વાગ્યાના સુમારે અરજદારોએ આવવાની સૂચના લખવામાં આવી હતી પરંતુ તલાટીની ઓફિસની બહાર તાળું વાસેલું હતું. એટલું જ નહીં કલાક વિતવા છતાં પણ ખુદ તલાટી જ આવ્યા ન હતા ત્યારે અરજદારોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી શહેર, માધાપર અને વજેપરમાં આવેલા વિસ્તારોમાં અશાંત ધારા અંગેની અરજીઓની સ્થળ ચકાસણીનું કામ ચાલુ હોય તે માટે તલાટી કચેરીમાં દાખલા વેરિફિકેશન તથા વારસાઈ આંબાની કામગીરી માટે લોકોને આનુષંગીક કામગીરી કરવા માટે તલાટીની ઓફિસમાં જવાનું હોય છે. હાલ ઓફિસની બહાર એવી નોંધ પણ લગાવવામાં આવી છે કે સવારે 10:30 થી બપોરે 02:00 કલાક વાગ્યા સુધી આ કામગીરી કરવામાં આવશે. જેને પગલે મોરબી વાસીઓ પોતાની આનુષંગીક કામગીરી પૂર્ણ કરવા માટે કચેરીએ પહોંચી ગયા હતા પરંતુ ઓફિસની બહાર તો તાળું મારેલું હતું. ખુદ તલાટી ત્યાં હજાર ન હતા. એટલું જ નહીં કોઈ અધિકારી પણ આ બાબતે ત્યાં જવાબ દેવા માટે તૈયાર ન હતા.

આ બાબતે મોરબી સિટી મામલતદાર સાંચલાનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે આ કામગીરી જે અધિકારીએ કરવાની હતી તેઓ હાલ રજા પર છે. જેથી તેમના સ્થાને અન્ય કર્મચારીને આ કામગીરી સોંપવામાં આવી છે. એ કર્મચારી સ્થળ પર મોડો પહોંચ્યું હોવાનું ધ્યાને આવ્યું છે જેથી સુચના આપવામાં આવી છે અને અરજદારોનું કામ તાત્કાલિક કરી આપવામાં આવશે તેમ ઉમેર્યું હતું

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર