મોરબી જિલ્લાની સૌથી મોટી કહી શકાય તેવી સિવિલ હોસ્પિટલ માટે એક આધુનીક સુવિધાઓ થી સજ્જ એમ્બ્યુલન્સ ની તાતી જરૂરિયાત હોય આ માગણી ને ધ્યાને લઇ રાજ્યકક્ષાના મંત્રી બ્રિજેશ મેરજા એ દર્દીમાં નારાયણનાં દર્શન કરી છી એવા ઉમદા ભાવ સાથે પોતાના અનુદાન માંથી ૩૦ લાખ ની કિંમત ની અતી આધુનિક સુવિધાઓ થી સજ્જ આઈ સી યુ ઓન વ્હીલ્સ એમ્બ્યુલન્સ સિવિલ હોસ્પિટલને ફાળવણી હતી
આ એમ્બ્યુલન્સ નાં લોકાર્પણ કબીર આશ્રમનાં મહંત શિવરામ દાસ અને બ્રિજેશ મેરજા ના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે હળવદ -ધાંગધ્રાનાં ધારાસભ્ય પરષોત્તમભાઈ સાબરીયા જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા તેમજ ભાજપ જીલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના સભ્યો અને નગરપાલિકા નાં સભ્યો તેમજ અન્ય ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા હવે જોવાનું એ રહ્યું કે આ આધુનિક સુવિધાઓ થી સજ્જ આઈ સી યુ ઓન વ્હીલ્સ એમ્બ્યુલન્સની જાણવણી કંઇ રીતે કરવામાં આવે છે બાકી મોરબી સિવિલમાં કરોડોનાં ખર્ચે આવેલાં અનેક ઉપકરણો ઘુળ ખાઈ રહ્યા છે.
