હાલ મોરબી સીરામીક ઉદ્યોગ મંદીના માહોલમાં ચાલી રહ્યો છે ત્યારે આ મંદી માંથી નિકકડવાના પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે ગાંધીનગર ખાતે નાણાં મંત્રી કનુ દેસાઈ સાથે મિટિંગ યોજી હતી
સીરામીક ઉદ્યોગમાં સપ્લાય થતા નેચરલ ગેસના ભાવ ઘટે એ ખૂબ જ જરૂરી હોય તેના માટે આજે મોરબી સીરામીક ઉદ્યોગપતિઓ અને સીરામીક એસોસિએસન આગેવાનો દ્વારા આજરોજ સાંસદ મોહનભાઈ કુંડારીયાની સાથે ગાંઘીનગર જઈને પંચાયત મંત્રી બ્રીજેશભાઈ મેરજા તેમજ નાણાપ્રઘાન કનુભાઈ દેસાઈ ને મોરબી સીરામીક એસોસીએસનના પ્રુમખ મુકેશભાઈ કુંડારીયા, ભુતપુવઁ પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજા, કિશોર ભાલોડીયા તેમજ કમીટી મેમ્બર અનિલ સુરાણી, પરેશ ઘોડાસરા તેમજ મહેન્દ્રભાઈ ફેફર દ્વારા નેચરલ ગેસના ભાવ ઘટાડવા બાબતે રજુઆત કરી હતી પંચાયત મંત્રી બ્રીજેશભાઈ મેરજા અને સાંસદ મોહનભાઈ કુંડારીયા દૃારા સીરામીક ઉદ્યોગમાં હાલ ચાલી રહેલ ભયંકર મંદી વિશે નાણાપ્રઘાન કનુભાઈ દેસાઈ ને અવગત કરતા હાલની પરિસ્થિતીને ઘ્યાનમા લઈને નાણાપ્રઘાન દ્વારા હકારાત્મક અભિગમ દાખવી આ બાબતે યોગ્ય કરવા ખાતરી આપી.
પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વિભાગ, રાજકોટ અશોક કુમારની સુચના અને હે. પોલીસ અધિક્ષક, મોરબી મુકેશ પટેલના માર્ગદર્શન તથા આગેવાની હેઠળ, "FIT INDIA MOVEMENT" તથા "NATIONAL SPORTS DAY" અનુસંધાને આજે પોલીસ હેડક્વાર્ટર, મકનસર, મોરબી ખાતે વોલીબોલ ટુર્નામેન્ટ તથા ટગ ઓફ વોર (રસ્સા ખેંચ) ની સ્પર્ધાનુ આયોજન કરવામાં આવેલ હતુ.
આ સ્પર્ધામાં પોલીસ...