રોટરી કલબ ઓફ હળવદ દ્વારા ઢોર અને જાનવર માટે પાણી પીવા માટે સિમેન્ટના અવાડા નિઃશુલ્ક આપવામાં આવશે
હળવદ શહેરમાં રેઢિયાર અને બિનવારસી રખડતા ઢોરની સંખ્યા ખુબજ પ્રમાણમાં છે.
ગામ ની બહાર કે વગડામાં તળાવ નદી નાળા કે અવાળા માં ઢોર ને પીવા માટે પાણી સહેલાઇથી મળી શકે છે પણ શહેરમાં ઢોર ને કેે કૂતરાઓને ધરાઇ ને પાણી મળવું કે પીવું મુશ્કિલ છે. પાણી વધારે પીવું જેમ માણસો ની તંદુરસ્તી માટે ફાયદાકારક અને જરૂરી છે તેમ જાનવર ને પણ એજ નિયમ લાગુ પડે છે.આ મૂંગા જીવો માંગી શકતા નથી કે જરૂરિયાત કહી શકતા નથી એ એમની મોટી અને દુઃખદ વેદના છે.આવી તકલીફો ના નિવારણ માટે રોટરી એ આવી મોટી કુંડીઓ આપવાનો વિચાર કરેલ છે.
નોંધ:જ્યાં આ કુંડીઓ મુકવી હોય ત્યાં તેમાં રોજ પાણી ભરવાની અને સફાઈ ની સેવાની જવાબદારી સ્વીકારવી જરૂરી છે અને આજુબાજુ વાળાને અડચણરૂપ થાય નહિ એવી જગ્યા પસંદ કરવી.ગરમી અને ઉનાળા ની સિઝન માં આવી સેવા આપીને સત્કર્મનો લાભ લેવા રોટરીની અપીલ.
સંપર્ક: સુરેશભાઇ પટેલ
મો: ૯૮૨૫૬ ૨૭૦૮૬
રાજેન્દ્રસિંહ રાણા
મો: ૯૪૨૯૧ ૧૧૧૧૧
રોટરી ક્લબ ઓફ હળવદ
રવી પરીખ હળવદ