મોરબી : પક્ષીઓ માટે આ કાળજાળ ગરમીમાં રાહત આપે તે માટે પક્ષીઓ ની ક્ષુધા અને તરસ છીપે એ ભાવનાથી શ્રી સત્યેશ્વર મહાદેવ મંદિર ની પવિત્ર જગ્યામાં ૫૦૦ નંગ પાણી પીવાના કુંડા અને ૫૦૦ નંગ ચકલા ઘર નું વિતરણ કરવામાં આવ્યું
જેમાં લાયન્સ કલબ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કરછનાં દ્વિતિય વાઈસ ગવર્નર લા.રમેશ રૂપાલા ખાસ ઉપસ્થિત રહેલ તેમજ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના પ્રેસિડેન્ટ ટી સી ફૂલતરિયા, સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા, ખજાનચી નાનજીભાઈ, પ્રોજેક્ટ ચેરમેન જીજ્ઞેશ કાવર, પાસ્ટ પ્રેસિડેન્ટ ભીખાભાઈ, લા.હરખજીભાઇ ટી સુવારિયા, લા.એ એસ સુરાણી, લા.મહાદેવભાઈ ચિખલિયા, લા.મહાદેવભાઈ ઊંટવાડિયા, લા.મણીલાલ કાવર, લા.પ્રાણજીવન રંગપરીયા, તેમજ શતેસ્વર મહાદેવ મંદિરના પૂજારીશ્રી ઓ હાજર રહી સેવા પરમો ધર્મ અને સેવા એજ કર્તવ્ય એવા ભાવ સાથે આ પ્રોજેક્ટ પૂર્ણ કર્યો હતો.
આ પ્રોજેક્ટ સૌજન્ય દાતા લા. હરખજીભાઇ ટી સુવારિયા ટોબરિયા હનુમાનજી ગૌશાળા ના સંચાલક હતા
વાંકાનેરના તાલુકાના લાકડધાર ગામની સીમમાં તળાવ પાસે પાવર હાઉસ સામે ખરાબમાંથી વિદેશી દારૂની ૫૨ બોટલો સાથે એક ઈસમને વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા...
મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર જાંબુડીયા આર.ટી.ઓ કચેરીની સામે રોડ પર ટ્રકે હડફેટે લેતા રીક્ષા ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેથી આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ અમદાવાદના વતની અને હાલ મોરબીના ત્રાજપર ખારીમા કુબેર સિનેમા પાસે ધાર ઉપર...
અમદાવાદ રાજકોટ હાઇવે રોડ વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે રોડ ઉપર થી ટ્રકમાં સોડા બોટલોની આડમાં છુપાવીને લઇ જવાતો ઇંગ્લીશ દારૂ/બિયર જેમાં ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૪૮૯૬ કિ.રૂ. ૪૦,૪૦,૪૦૦/- તથા બિયર ટીન નંગ- ૧૧૪૩૬ કિ.રૂ. ૨૦,૬૦,૬૪૦/- મળી કુલ કિ.રૂ. ૬૧,૦૧,૦૪૦/- નો જથ્થો તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ. ૮૮,૧૧,૦૪૦/-ના મુદામાલ સાથે...