લેબર ક્વાર્ટરમાં રહીને મજુરી કામ કરતા શ્રમિક યુવાનનું મોત
મોરબીના ગાળા ગામ નજીક આવેલ કારખાનામાં લેબર ક્વાર્ટરમાં રહીને મજુરી કરતા શ્રમિક યુવાનનું બીમારી સબબ મોત થતા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગાળા ગામ નજીક આવેલા રોટો સિરામિકમાં રહીને મજુરી કામ કરતા ગોપીકુમાર વ્રજકિશોર ધર્નપલ (ઉ.વ.૧૮) નામના યુવાનનું લેબર ક્વાર્ટરમાં બીમારી સબબ મોત થતા મૃતદેહ જેતપર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયો હતો જે બનાવ મામલે પોલીસ મથકમાં જાણ થતા તાલુકા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે