વાંકાનેરના તીથવા ગામ નજીકથી ચોરી કે છળકપટથી મેળવેલ 5 લાખથી વધુના કોપર વાયર સાથે એક ઈસમ ઝડપાયો
વાંકાનેર: વાંકાનેર તાલુકાના તીથવા ગામ પાસેથી ચોરી કે છળકપટથી મેળવેલ કોપર વાયર તથા કાર મળી કુલ કી.રૂ. ૭,૦૦,૦૦૦/- ના મુદામાલ સાથે એક ઇસમને મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.
એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.ઢોલના માર્ગદર્શન સુચના મુજબ એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલ.સી.બી. ને લગતી કામગીર સબબ પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન તીથવા ગામ પાસેથી મારૂતી સુઝુકીની કેરી ગાડી નંબર-GJ-36-V-0882 માં પ્લાસ્ટીકના ૧૯ બાચકાઓમાં કોપર વાયર લઇ કાર ચાલક નિકળતા જે બાબતે કાર ચાલકની પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ આપેલ ન હોય જેથી કાર ચાલક પાસેથી કોપર વાયર જેનો વજન આશરે ૧૧૦૦ કિ.ગ્રા કિ.રૂ.૫,૫૦,૦૦૦નો મુદામાલ ચોરી કે છળકપટથી મેળવેલાનુ જણાઇ આવતા પોલીસે આરોપી પાસેથી મારૂતી સુઝુકી કેરી ગાડી નંબર-GJ-36-V-0882કાર કિં રૂ. ૧,૫૦,૦૦૦ તથા કોપર વાયર જેનો વજન આશરે ૧૧૦૦ કિ.ગ્રા કિ.રૂ.૫,૫૦,૦૦૦ મળી કુલ કિં રૂ.૭,૦૦,૦૦૦નો મુદામાલસી.આર.પી.સી.કલમ-૧૦૨ મુજબ કબજે કરી આરોપીને સી.આર.પી.સી. કલમ ૪૧(૧).ડી. મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં આગળની ઘટીત કાર્યવાહી અર્થે સોપવામાં આવેલ છે.જ્યારે અન્ય આરોપીઓ હસુભાઇ (રહે. ધ્રાંગધા જી.સુરેન્દ્રનગર), ચંદ્રેશભાઇ કંસારા (રહે. રાજકોટ)ના નામ ખુલતા તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.