વિશ્વઉમિયાધામના નિર્માણ અર્થે અમદાવાદના નિકોલમાં આજથી શ્રી રામકથાનો પ્રારંભ, ભવ્ય પોથીયાત્રા નીકળી
વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા 504 ફૂટ જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામ જાસપુર- અમદાવાદનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં નિકોલના મ્યુનિસિપલ મેદાન ખાતે ભવ્ય શ્રી રામકથાનું આયોજન કરાયું છે. પ.પૂ.કથાકાર રાજેન્દ્રપ્રસાદ શાસ્ત્રીજીના મુખેથી 23 એપ્રિલથી 1લી મે સુધી સેવા-સમર્પણ અને કર્મ ભક્તિથી ધર્મ-સમાજ ભાવનાને ઉજાગર કરતાંલ મર્યાદૈ પુરૂષોતમ એટલે ભગવાન શ્રી રામ ગુણાનુંભાવનું ગુણગાન થશે. આજે રામકથાના મુખ્ય યજમાન વિક્રમભાઈ મુખીના નિવાસ્થાનેથી વાજતે ગાજતે પોથીયાત્રા અને જગત જનની મા ઉમિયાની પાલખી યાત્રા નીકળી કથાસ્થળે પહોંચી. આ પોથીયાત્રામાં અંદાજિત 5 હજારથી વધુ ભાવિ-ભક્તો જોડાયા હતા. તો વળી 7 હજારથી વધુ ભાવિ-ભક્તોએ શ્રી રામકથાનો લાભ લીધો હતો. ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ અમદાવાદના પૂર્વ વિસ્તારના ટ્રસ્ટીઓ અને હોદ્દેદાર એવમ્ પૂર્વ વિસ્તારના લોકોની સેવા માટે ઓઢવ રિંગ રોડ પર નવા કાર્યાલયનો શુભારંભ કરાયો છે. આ કાર્યાલયનો શુભારંભ રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના સ્વહસ્તે કરાયો છે.
શ્રી રામકથા સમાજમાં નવી આધ્યાત્મિક ચેતાનાનો સંચાર કરશેઃ આર.પી. પટેલ