અમદાવાદના નિકોલમાં શ્રી રામકથાનો સોમવારે બીજો દિવસ સંપન્ન
વિશ્વના સૌથી ઊંચા ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામના નિર્માણના સહયોગ અર્થે અમદાવાદના પૂર્વ વિસ્તાર નિકોલમાં આયોજિત શ્રી રામકથામાં બીજો દિવસ ભાવપૂર્ણ સંપન્ન થયો. પ.પૂ. કથાકાર રાજેન્દ્રપ્રસાદ શાસ્ત્રીની સ્વમુખેથી શ્રી રામકથાના દ્વિતિય દિવસે મર્યાદા પુરૂષોતમ ભગવાન શ્રી રામના જીવન ચરિત્રનું ગુણાનુંવાદ થયો. તો વળી શાસ્ત્રીજીએ જગત જનનીમા ઉમિયાનના પ્રાગટ્યનું પણ મહત્વ સમજાવ્યું હતું. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વસતા મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ શ્રી રામકથાનું રસપાન કર્યું હતું. આ અંગે વાત કરતા સંસ્થાના પ્રમુખ આર.પી.પટેલ જણાવે છે કે શ્રી રામકથાએ ભગવાન શ્રી રામના જીવનને સમજવાનો રૂડો અવસર છે. એવમ્ આ રામકથામાં માત્ર 24 કલાકમાં 1.30 કરોડના દાનની ઉછામણી થઈ છે. શ્રી રામકથાના રૂડા અસરે 5 મા ઉમિયાના ભક્તો વિશ્વઉમિયાધામના ધર્મસ્તંભના દાતા બન્યા છે તો વળી 3 ભાગીરથી પરિવાર સંસ્થાના દાતા ટ્રસ્ટી બન્યા છે. મહત્વનું છે કે અત્યાર સુધીમાં વિશ્વઉમિયાધામ મંદિરના કુલ 1440 ધર્મસ્તંભમાંથી 1165 ધર્મસ્તંભના દાતાઓ નોંધાઈ ચુક્યા છે. આજે મંગળવારના રોજ શ્રી રામકથામાં ભગવાન શ્રી રામના જન્મોત્સવની ઉજવણી કરાશે.
આજે મોરબી મહાનગર પાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખીને મહેન્દ્રનગર ચોકડી પાસે, ફાયર એન્ડ રેસ્ક્યૂ મોકડ્રીલ નું આયોજન કરવામાં આવેલું હતું.
જેમાં ફાયર કંટ્રોલ ઉપર ૦૫:૪૩ વાગ્યે કોલ આવેલો હતો કે બે કેઝ્યુલિટી ફસાયેલી હતી અને નવરાત્રીના પંડાલની સાઈડમાં આગ લાગેલી હતી. મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી...
ખેતરમાં 'રોટાવિટર મશીન' માં 13 વર્ષ ના બાળક નો પગ ફસાઈ જતા કચડાઈ ગયો હતો. પગના ઘણા સ્નાયુ કચડાઈ ગયા હતા અને ઘણા બધા ફ્રેક્ચર પણ થયા હતા. આવી સ્થિતિમાં ઘણી વાર પગ કાપવાની જરૂર પડતી હોય છે. આયુષ હોસ્પિટલમાં વધુ સારવાર માટે દર્દીને લાવવામાં આવ્યું હતું.
આયુષ હોસ્પિટલમાં પ્લાસ્ટીક...
મોરબી જીલ્લામાં દેશી દારૂનું દુષણ દિવસે ને દિવસે વધી રહ્યું છે જેની ઝપેટમાં અનેક પરિવારો બરબાદ થઇ રહ્યા છે ત્યારે મોરબી તાલુકાના કાલીકાનગર ગામની સીમમાં વનરાવન હનુમાનજી મંદિર પાસે આવેલ પાણીના વોંકળામાંથી દેશી દારૂની ચાર ભઠ્ઠી ઝડપી પાડી કુલ કિં રૂ.૭૬,૪૦૦ નો મુદામાલ તાલુકા પોલીસે કબ્જે કર્યો છે તેમજ...