વિશ્વ સંવાદ કેન્દ્રએ ખુબ જાણિતું રાષ્ટ્રીય મિડીયા નેટવર્ક છે, જે માઘ્યમો માટે ઉપયોગી એવા રાષ્ટ્રહિતનાં સમાચારો, લેખો, શ્રાવ્ય, દ્રશ્ય વગેરે સ્વરૂપમાં માહિતીનું પ્રત્યાયન કરે છે. ત્યારે સૃષ્ટિના આધ્ય પત્રકાર “દેવર્ષિ નારદ “દેવર્ષિ નારદ જયંતિ”ના પાવન અવસરે મોરબી જિલ્લાના વિશ્વ સંવાદ કેન્દ્રની પરંપરા પ્રમાણે લોકમતનાં ઘડતરનું રાષ્ટ્રીય કર્તવ્ય અદા કરતા મોરબીના પત્રકારોના સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબીના વર્તમાનપત્રોના તંત્રીઓ, પત્રકારો અને ચેનલોના પ્રતિનિધીઓ ઉપસ્થિત રહેશે.
તા ૧૮ ને બુધવારે રાત્રે ૯ કલાકે શનાળા રોડ પર આવેલ શ્રી સરસ્વતી શિશુમંદિર શાળા ખતે વિશ્વ સંવાદ કેન્દ્ર મોરબી જીલ્લાનું આયોજન કરાયું છે જેમાં વક્તા તરીકે પૂર્વ જીલ્લા કાર્યવાહ મોરબી જીલ્લા વિજયભાઈ રાવલ ઉપસ્થિત રહેશે તેમ વિશ્વ સંવાદ કેન્દ્રના રાજેશભાઈ બદ્રકિયાની યાદીમાં જણાવ્યું છે
મચ્છુકાંઠા યુવા સંગઠન દ્વારા વ્યાસ સમાજવાડી ખાતે ચેસ અને ક્વિઝ સ્પર્ધા યોજાઇ. જે સ્પર્ધા ધોરણ ૦૪ થી ૦૮, ધોરણ ૦૯ થી ૧૨ અને ઓપન એમ ૦૩ વિભાગમાં યોજાઇ. તમામ સ્પર્ધકો એ ખૂબ ઉત્સાહ સાથે ભાગ લીધો અને કાર્યક્રમ સફળ બનાવ્યો.
ત્યારબાદ જ્ઞાતિના આગેવાનોની ઉપસ્થિતિમાં સમાપન સમારોહ યોજાયો. જેમાં દરેક સ્પર્ધકોને...
મોરબી જિલ્લાના વતની ગણેશભાઈ મનસુખભાઇ પરમાર જેઓ ભારતના લશ્કરી દળમાં ફરજ બજાવતાં હતા. તેઓ ચાલુ ફરજ દરમ્યાન તા.૦૯/૧૨/૨૦૨૫ના રોજ શહીદ થતાં સમગ્ર જિલ્લામાં શોકની લાગણી વ્યાપી ગઈ. દેશસેવામાં પોતાનું અમૂલ્ય બલિદાન આપનાર શહીદ ગણેશભાઇ મનસુખભાઇ પરમારને જિલ્લા પંચાયત-મોરબી દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરતા આ દુઃખદ અવસરે શહીદના પરિવારજનોને આર્થિક...
પ્રથમ વખત વાલીઓ માટે રમતોત્સવનું આયોજન શનિવારના રોજ આનંદદાયી શનિવાર તરીકે શાળામાં સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં દરેક ધોરણના બાળકો માટે વિવિધ રમતો જેવી કે, ચાંદલા ચોડ, ફુગ્ગા ફોડ, વિઘ્ન દોડ, બેલેન્સ ગેમ, સસલા દોડ, કોથળા કૂદ, ત્રિપગી દોડ વગેરે રમતોનું આયોજન કરવામાં આવેલ તેમજ બાળકોના...