મોરબી: શ્રી રઘુવંશી સેવા સમિતિ દ્વારા આ સમૂહ લગ્નોત્સવમાં લોહાણા સમાજ ના વડીલો ,આગેવાનો , શ્રેષ્ઠીઓના આશીર્વચન સાથે યોજવામાં આવશે.
સમાજના ખોટા ખર્ચાઓ, દેખા-દેખીથી લગ્નમાં થતા ખર્ચાઓને તિલાંજલિ આપીને સમૂહ લગ્નમાં બહેનો ઓ – દીકરીઓના લગ્ન કરવા જોઈએ. શ્રી રઘુવંશી સેવા સમિતિ દ્વારા સમૂહ લગ્નોત્સવ ખૂબ જ શાનદાર રીતે આયોજન કરવામાં આવશે.
સમિતિ તથા દાતાઓ દ્વારા દીકરીઓને સોના ચાંદીના આભૂષણો તથા કુલ 51 આઈટમથી વધારે વસ્તુઓ કરિયાવારમાં આપવામાં આવશે .
શ્રી રઘુવંશી સેવા સમિતિના સભ્યો ભરતભાઈ રાચ્છ, નીલેશભાઈ રાજા, નીલેશભાઈ ખખ્ખર, વિરલભાઈ બુદ્ધદેવ, પરેશભાઈ કાનાબાર, અમિતભાઈ ગણાત્રા, હિતેશભાઈ સચદેવ, જીતુભાઈ પૂજારા, આનંદભાઈ સેતા, જીનેશભાઈ કાનાબાર , જતીનભાઈ કારીયા, નૈમિષભાઈ પંડિત, પ્રતિકભાઈ હાલાણી , ભાવિનભાઈ ઘેલાણી, નિખિલભાઈ છગાણી, સાગરભાઈ જોબનપુત્રા, જીગ્નેશભાઈ પોપટ, નેહલભાઈ કોટક, અમિતભાઈ પંડિત, તેજસભાઇ બારા તથા અન્ય સભ્યો દ્વારા આ સમૂહ લગ્નોત્સવનું આયોજન ખૂબ જ સારું થાય એવા પ્રયત્નો અને મહેનત કરી રહ્યા છીએ .
આ આયોજનને સ્વીકારવા બદલ તમામ જ્ઞાતિ જનોનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરીએ છીએ.
નોંધ:- 1. આ આયોજન ફક્ત રઘુવંશી સમાજ માટે છે.
2. વહેલા તે પહેલાના ધોરણે 11 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવશે.
વધુ માહિતી માટે, રઘુવંશી સેવા સમિતિ(મોરબી) ઓફીસ:- ખોડિયાર ટ્રેડ સેન્ટર , પેહલો માળ, નવા ડેલા રોડ, મોરબી..
ફોર્મ અને સંપર્ક માટે:- પરેશભાઈ કાનાબાર:- ૯૩૭૬૦૪૯૯૯૯,
મોરબી શહેરમાં હાલ મુસ્લિમ સમાજના મોહરમ શરીફ અંતર્ગત મુસ્લિમ વિસ્તારમાં ઠેર ઠેર છબીલ તાજીયા અખાડા કમિટી દ્વારા વિવિધ ધાર્મિક કાર્ય અંતર્ગત મુસ્લિમ સમાજના નવા વર્ષ મોહરમ શરીફ નિમિત્તે પ્રથમ ચાંદ થી શરૂ છે ત્યારે એ ડીવીઝનલ પોલીસ મથકે જિલ્લા પોલીસ વડાની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન થી મોરબી...
મોરબી જિલ્લામાં મહિલાઓ માટે રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી વિવિધ મહિલા કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી અને માર્ગદર્શન આપવા તથા યોજનાકીય લાભ પ્રદાન કરવા માટે મોરબીમાં વાઘપરા, શેરી નં. ૬, સતવારા સમાજની વાડી ખાતે એક દિવસીય યોજનાકીય કેમ્પ યોજાયો હતો.
આ કેમ્પમાં વિવિધ સરકારી વિભાગો દ્વારા કાર્યરત...
મોરબી - રાજપર રોડ પર આવેલ રામાપીરના મંદિર સામે વિઝન પ્લાસ્ટિક કારખાનામાં ચેન કપાનુ સ્ટ્રક્ચર તુટી જતા તેનો પાઈપ માથામાં લાગતા ગંભીર ઈજાઓ પહોંચતા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ બિહારના વતની અને હાલ મોરબી રાજપર રોડ પર આવેલ રામાપીરના મંદિર સામે આવેલ વિઝન કારખાને રૂમમાં રહેતા અને...