સુરત જિલ્લા નાં સરસાણા ખાતે સરદાર ધામ (વિશ્વ પાટીદાર સમાજ) દ્વારા પાટીદાર સમાજના સામાજિક અને આર્થિક વિકાસ ને ગતિ આપવાનાં ઉમદા હેતુ સાથે મીશન 2026 અંતર્ગત ગ્લોબલ પાટીદાર બીઝનેસ સીમીટ નું આયોજન કરવામાં આવ્યું હતું અને તેનું ઉદ્ઘાટન મોરબી સ્થિત સનહાર્ટ ગ્રુપના ફાઉન્ડર અને પાટીદાર સમાજના ભામાશા તરીકે ઓળખાતા ગોવિંદભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. તેમજ સનહાર્ટ ગ્રુપના જગદીશભાઈ પટેલને પાટીદાર ઉદ્યોગ રત્ન એવોર્ડ પ્રાપ્ત થયો હતો.
સુરત જિલ્લાના સરસાણા ખાતે સરદારધામ (વિશ્વ પાટીદાર સમાજ) દ્વારા મિશન 2026 અંતર્ગત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું તા. 29, 30 એપ્રિલ તથા 1 મેના રોજ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબીના સનહાર્ટ ગ્રુપની સિરામિક બાથવેરની પ્રોડક્ટ માટેનો સ્ટોલ છે.
ગત તા. 29ના રોજ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટના ઉદ્ઘાટન સમારોહમાં મોરબીના પાટીદાર સમાજના તથા ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણી ગોવિંદભાઈ વરમોરાએ ઉપસ્થિત રહી રીબીન કાપી ઉદ્ઘાટન કર્યું હતું. આ તકે મોરબી સ્થિત ઓરેવા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર જયસુખભાઈ પટેલ પણ મંચ ઉપર હાજર રહ્યા હતા.
સરદારધામ આયોજિત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ – 2022 અંતર્ગત મોટા ઉદ્યોગની શ્રેણીમાં પ્રથમ સ્થાને મોરબી સ્થિત સનશાઈન ટાઈલ્સ કંપની પ્રાઇવેટ લિમિટેડ (સનહાર્ટ ગ્રુપ)ના જગદીશભાઈ પટેલને પાટીદાર ઉદ્યોગ રત્ન એવોર્ડ પ્રાપ્ત થયો છે. કાર્યક્રમમાં મંચ ઉપર આ એવોર્ડ ગોવિંદભાઈ પટેલ અને જગદીશભાઈ પટેલ એ સ્વીકારી પાટીદાર સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો.
મોરબીના વિનાયક હોન્ડામાં કામ કરતા વંશમહેશભાઈ ઉભડિયાને ipl 20-20 મેચ ચાલુ હોય જેમાં ક્રિકેટના મેચ રમવાના રન થાય નો થાય ના મેસેજ નાખી સટો રમાડી ૩ લાખ જેટલા રૂપિયા હારી ગયા હોવાનું કહી યુવકનું ચાર જેટલા શખ્સોએ અપહરણ કરતા ચાર શખ્સો વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને...