સરકારી મેડિકલ કોલેજના નામે મોરબી ભાજપ સંગઠન લોકોને મૂર્ખ બનાવે છે
કેન્દ્ર અને ગુજરાત ની ભાજપ સરકાtરે મોરબી જીલ્લા ની પ્રજા ને હળ હળ તો અન્યાય કરેલ છે
ત્યારે મોરબી ભાજપ અને મોરબી ના ધારાસભ્ય કમ મંત્રી લજવા ને બદલે ગાજે છે
મોરબી વિધાન સભા ની પેટાચૂંટણી પહેલા જેતે સમય ના ગુજરાત સરકાર ના આરોગ્ય મંત્રી નીતિન ભાઈ પટેલ દ્વારા વિધાન સભા માં જાહેરાત કરેલ કે મોરબી જિલ્લામાં સરકારી મેડિકલ કોલેજ ને મંજૂરી આપવા માં આવેલ છે
ત્યારબાદ મોરબી કલેકટર મારફત શનાળા પાસે જમીન પણ ફળવાય ગયેલ અને ૨૦૨૨ થી મોરબી ગિબ્સન સ્કૂલ માં સરકારી મેડિકલ કોલેજ ચાલુ પણ કરવા ની હતી તે માટે ની તમામ પ્રકિયા પણ પૂરી થઈ ગયેલ
ત્યાં કોય ઉદ્યોગપતિ અને ભાજપ ના કોય નેતા ઓ ની મીલીભગત થી આં સરકારી મેડિકલ કોલેજ અન્ય જિલ્લા માં ફાળવી ને મોરબી ને ખાનગી મેડિકલ કોલેજ આપી ત્યારે કહેવાતા ભાજપ ના સંગઠન ના નેતા ઓ અને હાલ ના મોરબી ના ધારાસભ્ય કમ મંત્રી પ્રજા ને ખોટી ખોટી ગેરંટી આપી કહે છે કે મોરબી ને સરકારી મેડિકલ કોલેજ મળસે તો શુ મોરબી સંગઠન એ સરકાર છે કે મુખ્યમંત્રી કે આરોગ્ય મંત્રી છે ખરેખર જ જો સરકારી મેડિકલ કોલેજ મળવા ની હોય તો લેખિત માં આરોગ્યમંત્રી કે મુખ્યમંત્રી મોરબી ની પ્રજા ને આપે અને તે લોકો જાહેરાત કરે તો પ્રજા ને વિશ્વાસ આવે બાકી ભાજપ સંગઠન તો મોરબી ની પ્રજા ને મૂર્ખ બનાવવા માટે જાણીતું છે લેખિત કે મોખીત સરકાર ની જાહેરાત વગર ગેરંટી આપી પ્રજા નું અપમાન કરી રહેલ છે મોરબી ની પ્રજા ના હિત માટે તમામ મોરબી વાસી ઓ એ જાગૃત થય આં મોરબી જિલ્લા અને આપણા સંતાન ના હિત માં મોરબી ને સરકારી મેડિકલ કોલેજ મળે તે માટે સાથે મળી લડત લડવી જ જોય તેમ પૂર્વ ઉપપ્રમુખ ગુજરાત પ્રદેશ માલધારી સેલ ના રમેશભાઈ ની પ્રેસ યાદી જણાવે છે
