સૌરાષ્ટ્રના દલિત સમાજના આગેવાનોએ ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ સાથે મુલાકાત કરી હતી
તા ૧૦/૪/૨૦૨૨ નાં રોજ ખોડલધામ કાગવડ ખાતે સૌરાષ્ટ્રના દલિત સમાજના આગેવાનો અને કાર્યકરતા ઓં એ કાગવડ ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઇ પટેલ સાથે મુલાકાત યોજી નરેશ પટેલ ને ગુજરાત કોંગ્રેસ પાર્ટી માં જોડાવા અને આવનારી ૨૦૨૨ ની વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી નાં ચહેરા તરીકે જાહેર કરવામાં આવે એવી લાગણી સાથે ૮૦થી વધુ સૌરાષ્ટ્રના દલિત સમાજના આગેવાનોએ ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઇ પટેલ સાથે મુલાકાત કરી ગુજરાત નાં રાજકીય સામાજિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી
નરેશભાઇ પટેલ સાથેની આ મુલાકાત મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ ઉપપ્રમુખ ભાવનીક મુછડીયા, મોરબી જિલ્લા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ પ્રમુખ અશ્વિન પરમાર, મોરબી તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ દામજીભાઈ મકવાણા,મોરબી જિલ્લા કોંગ્રેસ લીગલ સેલ ચેરમેન દીપકભાઈ પરમાર, પૂર્વ સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન રાજુભાઈ ચૌહાણ,રવજી ભાઈ સોલંકી, જગદીશ ભાઈ મુછડીયા, વિનુ પરમાર, ભૂપત મામાં,વિનોદ ચૌહાણ , કિશોર ઉભડિયા, સહિતના અનેક આગેવાનો એ મુલાકાત કરી હતી
સાથે સાથે નરેશભાઈ પટેલ કોંગ્રેસ માં આવે તો ગુજરાત ભરના દલિત સમાજ એમના સાથે રહેશે એવી પણ ખાતરી આપવામાં આવી. દલિત સમાજ ની આવી ભાવ ભરી અપીલ થી નરેશ ભાઈ ગદગદિત થઈ ગયા હતા અને એમને સામાજિક એકતા અને ભાઈ ચારા નો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
તમારા વિસ્તારમાં તમારા સાંસદ ક્યારે આવ્યા ?
સાંસદની ચૂંટણી વખતે શેરીએ ગલીએ મતની ભીખ માંગતા મોરબી કચ્છ ના સાંસદ વિનોદ ચાવડા જોવા મળતા હતા પરંતુ ત્યાર બાદ જાણે મોરબી તેમનો મતવિસ્તાર ના હોય તેવું લાગી રહ્યું છે. કચ્છ મોરબી લોકસભામાં સૌથી સારી લીડ મોરબી થી જ વિનોદ ચાવડાને આપી હતી....
મોરબીના વીસીપરા વીસીનગર વિજયનગર રોડ શેરી નં -૦૨ માં આવેલ આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૬૦ બોટલ કિં રૂ. ૮૪૦૦૦ નો મુદામાલ મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી એલસીબી પોલીસ...