મોરબી: યુવતીનું ફેક ID બનાવી બીભત્સ ફોટો વાયરલ કરવાની ધમકી આપનાર ઝડપાયો
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠીએ મોરબી જીલ્લામાં કાયદો અને વ્યસ્થા તથા સાયબર ક્રાઇમને લગતા ગુન્હાઓ કરનાર ઇસમો સામે કડક પગલા લેવા જીલ્લાના તમામ પોલીસ અધિકારીશ્રીઓને સુચના આપેલ હોય
ત્યારે મોરબી શહેરમાં રહેતી એક યુવતીનું મુળ હળવદના કીડી ગામના વતની અને મહેન્દ્રનગરના ધાવડી વિસ્તારમાં રહેતા અજય મણીલાલ પાંચોટીયા નામના શખ્સે મોબાઈલ ફોન પર તેમજ રૂબરૂમાં તેને અને તેના પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી તેમજ યુવતીની બહેનના નામનું સોશ્યલ મીડિયામાં ફેક આઈ ડી બનાવ્યું હતું અને યુવતીના ફોટો મૂકી તેમાં બીભત્સ લખાણ લખી વાયરલ કર્યું હતી આ ઉપરાંત યુવતીના ચહેરાને મોર્ફ કરી બીજા કોઈના ફોટામાં લગાવી બદનામ કરવાના ઈરાદે વાયરલ કર્યા હતા આ અંગે યુવતીને જાણ થતા તેને પરિવારને જાણ થતા એ ડીવીઝન પોલીસ મથકમાં આરોપી વિરુધ્દ ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે એ ડીવીઝન પોલીસે આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ 507,506 (2),469 આઈ ટી એક્ટ 2000ની કલમ 67 બી સી અંતર્ગત ગુન્હો નોધી આરોપી અજય મણીલાલ પાંચોટિયાને ઝડપી લીધો હતો અને તેના વિરુધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.