હળવદના કવાડીયા ગામના પાટીયા નજીક કારે બાઇકને હડફેટે લેતા દંપતી ઈજાગ્રસ્ત
હળવદ: હળવદ ધ્રાંગધ્રા હાઈવે રોડ ઉપર કવાડીયા ગામના પાટીયા નજીક રેલ્વે ફાટક સામે હાઈવે રોડ પર કારે બાઇકને હડફેટે લેતા દંપતી ઈજાગ્રસ્ત થયા હતા. આ બનાવ અંગે આરોપી કાર ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના મંગળપુર ગામે રહેતા સંજયભાઇ કાળુભાઇ આલ (ઉ.વ.૨૩) એ આરોપી મોટર કાર રજીસ્ટર નંબર-GJ-01-KV-333 ના ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૭-૦૨-૨૦૨૩ ના રોજ કોઇપણ સમયે આરોપીએ પોતાના હવાલાવાળી મોટર કાર રજીસ્ટર નં-GJ-01-KV-333 વાળી પુર ઝડપે અને બેફીકરાઇપૂર્વક મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે બેદરકારી પુર્વેક ચાલાવી આવી ફરીયાદીના મોટરસાયકલ રજીસ્ટર નં- GJ-36-AA-0379 પાછળથી ભટકાડતા ફરીયાદીને ડાબા પગે સામાન્ય મુઢ ઇજા તથા મોટરસાયકલમા પાછળ સીટમા બેસેલ ફરીયાદીના પત્નીને જમણા પગે ઢીચણ પાસે હાડકુ ભાગી તથા માથાના ભાગે ત્રણ ટાકાની ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર સંજયભાઈએ આરોપી કાર ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ ૨૭૯,૩૩૭,૩૩૮ તથા એમ.વી. એક્ટ કલમ ૧૭૭,૧૮૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.